Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૨૦૨ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૨૦૨ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

46
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૫.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૫૫૩૯.૪૨ સામે ૬૫૫૦૩.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૫૦૪૬.૧૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૮૯.૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૮.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૬૫૧૫૧.૦૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૯૪૮૪.૫૫ સામે ૧૯૪૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૯૩૬૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૩.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૦.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯૩૯૩.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ચાઈનાની આર્થિક હાલત  કફોડી થઈ રહ્યાની એક પછી એક બહાર આવી રહેલી ઘટનામાં હવે ચાઈનાના ટોચના વેલ્થ મેનેજર ચૂકવણીમાં ડિફોલ્ટ થયાના અહેવાલ અને અમેરિકા-ચાઈના વચ્ચે વધતાં ઘર્ષણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન ઊભું થતાં ચાઈના પાછળ વૈશ્વિક બજારો આજે ડામાડોળ થયા હતા. વૈશ્વિક બજારોની સાથે આજે ભારતીય શેરબજારમાં પણ અપેક્ષા મુજબ આરંભિક કડાકા-ભડાકા સાથે બજાર મંદીમાં સરી પડવાનો માહોલ સર્જાયો હતો. ચાઈનીઝ હેજ ફંડો તકલીફમાં આવતાં એશીયાના બજારોમાં આજે સાર્વત્રિક નરમાઈ જોવાઈ હતી. જેના પરિણામે આજે ભારતીય શેરબજારમાં પણ સાવચેતી જોવા મળી હતી.

બીએસઈ સેન્સેક્સમાં ટાઈટન કંપની ૨.૧૦%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૧૯%, બજાજ ફિનસર્વ ૦.૫૩%, ટેક મહિન્દ્રા ૦.૪૩ અને એક્સિસ બેન્ક ૦.૩૫% વધ્યા હતા, જ્યારે આઈટીસી ૨.૦૪%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧.૬૭%, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૪૪%, લાર્સન એન્ડ ટુબ્રો ૧.૪૦% અને નેસલે ઈન્ડિયા ૧.૨૨ ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ઘટીને રૂ.૩૦૩.૯૭ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડ્રિસ્કિશનરી અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૮ અને વધનારની સંખ્યા ૧૮૩૭ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળાના કંપનીના પરિણામો દર્શાવે છે કે આવક અને નફામાં વૃદ્ધિ નબળી પડી છે. પાછલા વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળાની સરખામણીએ બિઝનેસની આવક અને નફામાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, વાર્ષિક ધોરણે તેમાં નક્કર વધારો જોવા મળ્યો છે. નફામાં વધારામાં બેન્કો, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ અને રિફાઇનરીઓ વગેરેનો ફાળો વધુ હતો. ગેસ અને ક્રૂડ ઓઈલના ભાવમાં એક વર્ષ પહેલાની સરખામણીમાં ઘટાડો થયો છે. એક વર્ષ પહેલા, યુક્રેન યુદ્ધને કારણે પુરવઠામાં વિક્ષેપ આવવાની આશંકાથી ભાવમાં વધારો થયો હતો. ઈંધણના ભાવમાં થયેલા ઘટાડાથી રિફાઈનરીઓનો નફો વાર્ષિક ધોરણે બમણો થયો છે.

૫૨૫ લિસ્ટેડ કંપનીઓના પરિણામો દર્શાવે છે કે આવકમાં વાર્ષિક ધોરણે ૮%નો વધારો થયો છે. જ્યારે ઓપરેટિંગ નફો ૩૩% વધ્યો હતો, જ્યારે ટેક્સ પછીનો નફો ૩૫.૫% હતો. જોકે, ત્રિમાસિક ધોરણે આવકમાં ૨.૫%નો ઘટાડો થયો હતો, ઓપરેટિંગ ખર્ચમાં ૭%નો વધારો થયો હતો, જ્યારે કર પછીનો નફો% વધ્યો હતો. બેંકોના કર પછીના નફામાં વાર્ષિક ધોરણે ૪૮%નો વધારો થયો છે જ્યારે ત્રિમાસિક ધોરણે તેમાં ૨૮%નો વધારો થયો છે. રિફાઇનરીઓનો કર પછીનો નફો ૧૯૯% વધ્યો છે અને વાર્ષિક ધોરણે ૧૧% વધ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field