Home રમત-ગમત Sports આયર્લેન્ડ સામે ટી20માં સેમસનના સ્થાને જીતેશને અગ્રતા મળી શકે, કાલે ભારત અને...

આયર્લેન્ડ સામે ટી20માં સેમસનના સ્થાને જીતેશને અગ્રતા મળી શકે, કાલે ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 રમાશે

30
0

(GNS),17

ભારતની બીજી હરોળની ક્રિકેટ ટીમ હાલ આયર્લેન્ડ પ્રવાસે છે. સુકાની જસપ્રિત બુમરાહની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમશે. શુક્રવારે ભારત અને આયર્લેન્ડ વચ્ચે માલાહાઈડ ખાતે પ્રથમ ટી20 મેચ રમાશે. ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે રાજસ્થાન રોયલ્સ ટીમના સુકાની સંજૂ સેમસનને લઈને રાષ્ટ્રીય પસંદગીકારોની ધીરજનો અંત આવ્યો હોવાનું જણાય છે. આયર્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં સેમસનના સ્થાને જીતેશ શર્માને અગ્રતા અપાઈ શકે છે. સેમસનના સ્થાને વિકેટકીપર બેટ્સમેન તરીકે અને ફિનિશર તરીકે જીતેશને ટીમમાં રમાડવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. કેપ્ટન જસપ્રિત બુમરાહ માટે આ ટી20 સિરીઝ ફિટનેસ ટેસ્ટના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ બની રહેશે. 11 મહિના બાદ બુમરાહ ટીમ ઈન્ડિયાની જર્સીમાં પરત ફરશે અને તે બોલિંગ કરતો નજરે પડશે. સંજૂ સેમસને તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીમાં પાંચ પૈકીની ત્રણ મેચમાં અનુક્રમે 12, 7 અને 13 રનની ઈનિંગ્સ રમી હતી જે પ્રભાવી નહતી. આમ સેમસને તેના કંગાળ ફોર્મ થકી પગ કુહાડી પર માર્યો હોવાનો ઘાટ સર્જાયો છે. આ જ કારણથી જીતેશને ટીમમાં તક આપવાનું મેનેજમેન્ટ વિચારી શકે છે. આગામી એશિયન ગેમ્સ માટે પણ પ્રભસિમરનને બદલે જીતેશ ભારતીય ટીમમાં વિકેટકીપર બેટર તરીકે પ્રથમ પસંદગી રહેશે.

29 વર્ષીય મહારાષ્ટ્રના ખેલાડી જીતેશ આઈપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમે છે અને તે પાંચમાં અથવા છઠ્ઠા ક્રમે બેટિંગમાં ઉતરીને ફિનિશરની ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે. સેમસનને વન-ડે વર્લ્ડ કપમાં રિઝર્વ વિકેટકીપર તરીકે ધ્યાનમાં લઈ શકાય છે. સેમસનમાં ભરપૂર ક્ષમતા હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી તે બેટિંગમાં સાતત્ય જાળવી શક્યો નથી તે તેની નબળાઈને ઉજાગર કરે છે અને પસંદગીકારો માટે આ સૌથી મોટી ચિંતાનું કારણ છે. સેમસન માટે હાલ ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાનો પડકાર છે. વન-ડેમાં તેને ટીમમાં સ્થાન મેળવવા પોતાની ક્ષમતાને પુરવાર કરવી પડશે. ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ ઓપનર્સ તરીકે પોતાનું સ્થાન પાક્કું કરે છે અને તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં પ્રભાવી દેખાવ કરનાર તિલક વર્મા ચોથા ક્રમે બેટિંગમાં ઉતરે છે તો સંજૂ સેમસનને સૂર્યકુમારની ગેરહાજરીમાં ત્રીજા સ્થાન માટે પોતાને અનુકૂળ બનાવવું પડશે. આઈપીએલમાં અગાઉ સંજૂ રોયલ્સ માટે અનેક વખત આ ક્રમે બેટિંગ કરી ચૂક્યો છે. સંજૂ માટે શિવમ દુબે પણ મોટો પડકાર રહેશે કારણ કે તે વિસ્ફોટક બેટ્સમેન હોવા ઉપરાંત મીડિયમ પેસ બોલર પણ છે જેથી તેની પસંદગીમાં અગ્રતા મળી શકે છે. આયર્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં સેમસનને જો તક આપવામાં આવે છે તો જીતેશ અને તેની સમક્ષકના રિન્ક સિંઘને બહાર બેસવું પડશે. ભારતીય ટી20 ટીમ તથા વન-ડે ટીમમાં એક મધ્ય ક્રમમાં સારા ફિનિશરની તાતિ જરૂર જણાય છે અને સુકાની બુમરાહ તેમજ કાર્યકારી કોચ સિતાંશુ કોટા આગામી સિરીઝમાં આ સ્થાન માટે કોણ લાયક છે તેની પરખ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field