રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૧.૦૮.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૫૬૮૮.૧૮ સામે ૬૫૭૨૭.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૫૨૭૪.૬૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૫૩.૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૫.૫૩ પોઈન્ટના ઘટાડા સાથે ૬૫૩૨૨.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૯૫૯૬.૮૦ સામે ૧૯૫૯૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૯૪૮૮.૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૧.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૨.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯૫૦૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...
સ્થાનિક શેરબજાર વૈશ્વિક રાહે ચાલુ ટ્રેડિંગ સત્રના છેલ્લા સેશનમાં નીચે ગેપમાં ખુલ્યું હતું.ભારતીય બજારમાં આરબીઆઈની પોલિસી બેઠક બાદ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને બેન્ક તેમજ ફાઈનાન્શિયલ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.બેન્ક શેરોનો ઘટાડો ક્ષણજીવી રહે તેવી શક્યતા છે. ફાઈનાન્શિયલ, બેન્ક, ઓટો અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે ફાર્મા, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, મેટલ અને એનર્જી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી.વિવિધ લેન્ડર્સના રેટિંગ ડાઉનગ્રેડ બાદ મૂડીઝે અમેરિકાના બેન્ક અને ઈકોનોમીની સ્થિતિ અંગે શંકા દર્શાવતા અમેરિકાના બજારો મંગળવારે ઘટીને બંધ રહ્યા હતા તેને પગલે બુધવારે એશિયાના અન્ય બજારોમાં પણ ટ્રેડિંગની નરમ શરુઆત થઈ હતી.ભારતીય બજારમાં વૈશ્વિક રાહે ઘટાડો જોવા મળ્યો હતો.
BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર ૦.૭૭% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે આજે સવારે વધીને ટ્રેડ થઈ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, જેએસડબલ્યૂ સ્ટીલ, ટાઈટન અને એનટીપીસીનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં એચસીએલ ટેકનોના શેર સૌથી વધુ ૧.૨% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત ઘટીને ટ્રેડ થઈ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, મારુતિ, આઈટીસી, ટીસીએસ અને હિન્દુસ્તાન યૂનિલિવરનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ડો.રેડીઝ લેબના શેર સૌથી વધુ ૨.૪૭%વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહેલા અન્ય મુખ્ય શેરોમાં કોલ ઈન્ડિયા, એસબીઆઈ, અદાણી પોર્ટ અને એચડીએફસી લાઈફનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ ડિવિસ લેબના શેર ૧.૨૮%ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત આજે સવારે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહેલા અન્ય શેરોમાં એચસીએલ, ટીસીએસ, મારુતિ અને હિરો મોટોકોર્પનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૨૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૪૭ અને વધનારની સંખ્યા ૧૫૨૯ રહી હતી,૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૧૯% ઘટીને અને ૦.૨૫% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો,આગામી સપ્તાહમાં ચોમાસાની ગતિ પર ચોક્કસ બજારની નજર રહેશે. આ સાથે વૈશ્વિક બેંકિંગ, ફાઈનાન્સ ક્ષેત્રો સર્જાઈ રહેલા નવા ડેવલપમેન્ટ પર વૈશ્વિક બજારોમાં હજુ સંભવિત ઉથલપાથલની ભારતીય બજારો પર કેવી અસર પડી શકે અને જાપાનીઝ યેન, ભારતીય રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં શરૂ થયેલું ધોવાણ નિફટી, સેન્સેક્સ બેઝડ વૈશ્વિક બજારો કેટલું તોફાન મચાવી શકે એના પર ખાસ નજર રહેશે. સારા ફંડામેન્ટલ ધરાવતી અને સારા પરિણામ આપનારી સ્મોલ કેપ અને મિડ કંપનીઓના સિલેક્ટીવ શેરો બજારની ઈન્ડેક્સ બેઝડ ચાલથી વિપરીત સારૂ પરફોર્મ કરતાં જોવાય. જેથી સારા વળતર માટે સ્ટોક સ્પેસિફિક સિલેક્ટીવ અભિગમ અપનાવવો સલાહભર્યું છે.નવા આગામી સપ્તાહમાં વૈશ્વિક બજારોમાં કેવો ટ્રેન્ડ લાવે છે એના પર પણ બજારની ચાલ નિર્ભર રહેશે તેમજ કોર્પોરેટ પરિણામોની સીઝનમાં રિઝલ્ટ પર બજારની પ્રમુખ નજર રહેશે સાથે સાથે ચોમાસાની પ્રગતિ, અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ, ફોરેન ફંડોના રોકાણ પ્રવાહ સાથે સ્થાનિક લોકલ ફંડોની શેરોમાં કેટલી વેચવાલી રહે છે એના પર નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.