રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૮.૦૭.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૬૨૬૬.૮૨ સામે ૬૬૨૬૬.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૫૮૭૮.૬૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૭૨.૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૬.૬૨ પોઈન્ટના ઘટાડા સાથે ૬૬૧૬૦.૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૯૮૧૧.૪૦ સામે ૧૯૭૭૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૯૬૭૮.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૯.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯૭૫૧.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શુક્રવારે ઘરેલૂ શેરબજાર સતત બીજા સેશનમાં રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. બેન્ક અને આઈટી શેર્સમાં વેચવાલીથી બીએસઈ સેન્સેક્સ ૧૦૭ પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૯૮૦૦ની નીચે બંધ રહ્યો હતો.મંદીના બજાર વચ્ચે પણ મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં લેવાલી જળવાઈ રહી હતી.
યૂએસમાં આર્થિક ડેટા મજબૂત આવી રહ્યા છે અને તેને કારણે વ્યાજદર ચિંતા ફરી વધતાં ઘરેલૂ માર્કેટમાં બેન્ક અને આઈટી શેરોમાં વેચવાલીનું બારે દબાણ જોવા મળ્યું હતું અને પરિણામે સેન્સેક્સ અને નિફ્ટી ગગડ્યા હતા. જાપાનની સેન્ટ્રલ બેન્કે રેટ યથાવત જાળવી રાખ્યા બાદ એશિયાઈ બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.બીએસઈમાં સેક્ટોરલ ઈન્ડાઈસિસની વાત કરીએ તો બેન્ક, ફાઈનાન્શિયલ, આઈટી, ઓઈલ-ગેસ, ટેલીકોમ અને ટેકનો શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી જ્યારે પાવર, મેટલ, રિયલ્ટી, ફાર્મા, એફએમસીજી અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી.
BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ એનટીપીસીના શેરોમાં સૌથી વધુ ૩.૯૬% નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં પાવરગ્રીડ, જેએસડબલ્યૂ સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાબજાજ ફાઈનાન્સ, રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં બજાજ ફિનસર્વના શેરો સૌથી વધુ ૧.૭૫% ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચડીએફસી બેન્ક, ટાટા મોટર્સ, ટીસીએસ, એચસીએલ ટેકનો, એક્સિસ બેન્ક, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે.NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ એનટીપીસીના શેરોમાં સૌથી વધુ ૩.૭૬% નો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં પાવરગ્રીડ, અપોલો હોસ્પિટલ, પાવરગ્રીડ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ બજાજ ફિનસર્વના શેરમાં ૧.૯૬% નો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચડીએફસી બેન્ક, બીપીસીએલ, ટીસીએસ અને એચસીએલ ટેકનોનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૯૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૯૬ અને વધનારની સંખ્યા ૧૮૨૪ રહી હતી,૧૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૫૫% ઘટીને અને ૦.૪૯% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, શેર બજારોમાં પણ તેજીનો અતિરેક કહો કે તેજીનું ઘોડાપૂર બજારની લાંબાગાળાની તંદુરસ્તીને બગાડી શકે છે અને વિનાશક નીવડી શકે છે. જેથી અનિવાર્ય બની ગયેલું કરેકશન એટલે કે તેજીના અતિરેકને લગામ લાગી છે.સારા ફંડામેન્ટલ ધરાવતી અને સારા પરિણામ આપનારી સ્મોલ કેપ અને મિડ કંપનીઓના સિલેક્ટીવ શેરો બજારની ઈન્ડેક્સ બેઝડ ચાલથી વિપરીત સારૂ પરફોર્મ કરતાં જોવાય. જેથી સારા વળતર માટે સ્ટોક સ્પેસિફિક સિલેક્ટીવ અભિગમ અપનાવવો સલાહભર્યું છે.નવા આગામી સપ્તાહમાં વૈશ્વિક બજારોમાં કેવો ટ્રેન્ડ લાવે છે એના પર પણ બજારની ચાલ નિર્ભર રહેશે તેમજ કોર્પોરેટ પરિણામોની સીઝનમાં રિઝલ્ટ પર બજારની પ્રમુખ નજર રહેશે સાથે સાથે ચોમાસાની પ્રગતિ, અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ, ફોરેન ફંડોના રોકાણ પ્રવાહ સાથે સ્થાનિક લોકલ ફંડોની શેરોમાં કેટલી વેચવાલી રહે છે એના પર નજર અને વૈશ્વિક બજારોના ટ્રેન્ડ પર નજર વચ્ચે સેન્સેક્સ અને નિફટી ફ્યુચરમાં અફડા – તફડી જોવાઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.