રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૧.૦૭.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૭૫૭૧.૯૦ સામે ૬૬૯૦૭.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૬૫૩૩.૭૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૬.૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૮૭.૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૬૬૬૮૪.૨૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૯૯૭૦.૨૦ સામે ૧૯૮૬૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૯૭૩૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૯.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૩.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯૭૭૬.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાલુ ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજારમાં ૧.૩૧%નું જંગી ગાબડું પડ્યું હતું.આઈટી કંપની ઈન્ફોસિસના ગઈકાલે જાહેર થયેલા પહેલા ક્વાર્ટરના પરિણામમાં રેવન્યૂ ગાઈડન્સથી નારાજ રોકાણકારોએ સવારથી જ આઈટી શેરોમાં તીવ્ર વેચવાલી કરી હતી.ટેકનો અને એફએમસીજી શેરોમાં પણ મોટું ગાબડું જોવા મળ્યું હતું.ઈન્ફોસિસના શેર ૯% સુધી ઘટ્યા હતા.બીએસઈ સેન્સેક્સ ૮૮૮ પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર પણ ૧૯૮૦૦ની નીચે બંધ રહ્યો હતો.બજારની ભારે મંદી વચ્ચે લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં ૪%ની તેજી જોવા મળી હતી.જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસના ડીમર્જર બાદ હેવીવેઈટ રિલાયન્સના શેરમાં પણ ૨.૪૯% નું ગાબડું પડ્યું હતું. છેલ્લા ઘણા સમયથી નવી ટોચ રચી રહેલા બજારમાં ભારે પ્રોફિટ બુકિંગ પણ થયું હતું.બીએસઈમાં સેક્ટોરલ ઈન્ડાઈસિસની વાત કરીએ તો આઈટી, ટેકનો, એએફએમસીજી, મેટલ અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે એક માત્ર કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી.
BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ લાર્સન એન્ડ ટુબ્રોના શેરોમાં સૌથી વધુ ૩.૮૮% નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એનટીપીસી, ટાટા મોટર્સ, એસબીઆઈ, કોટક બેન્ક મારુતિ અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં ઈન્ફોસિસના શેરો સૌથી વધુ ૮.૧૮%ઘટ્યા હતા. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએલ ટેકનો, હિન્દુસ્તાન યૂનિલિવર, વિપ્રો, ટીસીએસ, રિલાયન્સ, ટેક મહિન્દ્રા, જેએસડબલ્યૂ સ્ટીલ, અલ્ટ્રાકેમ્કો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ લાર્સન એન્ડ ટુબ્રોના શેરોમાં સૌથી વધુ ૩.૯૧% નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઓએનજીસી, એનટીપીસી, એસબીઆઈ અને બીપીસીએલનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ ઈન્ફોસિસના શેરમાં ૭.૭૩% નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએલ ટેકનો, હિન્દુસ્તાન યૂનિલિવર, વિપ્રો અને ટીસીએસનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૭૨ અને વધનારની સંખ્યા ૧૬૧૫ રહી હતી,૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૨૬% ઘટીને અને ૦.૧૩% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો,ભારતીય શેરમાર્કેટમાં તેજીનો ઘોડો વિનમાં છે. માર્ચ મહિનાથી દલાલ સ્ટ્રીટમાં તેજીનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. જોકે તાજેતરના સપ્તાહમાં બજારમાં આવેલ એકતરફી રેલી પર હવે દરેક ટ્રેડર અને ઈન્વેસ્ટરને આશંકા ઉપજે છે કે બજાર આટલું કેમ વધી રહ્યું છે. બજારની આ તેજી પરપોટો તો નથી ને…??? બજારમાં દરેક ઉછાળે વેચવાની સલાહ માર્કેટ એક્સપર્ટ આપતા જોવા મળી રહ્યાં છે પરંતુ આ ઉછાળો બાદમાં આવેલા સામાન્ય ઘટાડાને પચાવીને ફરી નવી તેજીનો દોરીસંચાર કરી રહ્યો છે. તેમછતા ટૂંકાગાળામાં આવેલ આ તેજી શંકા ઉપજાવે છે અને બજાર મૂલ્યાંકન પર સવાલ ઉભા કરે છે. જોકે રસપ્રદ વાત એ છે કે દલાલ સ્ટ્રીટની આગઝરતી તેજી છતા વર્તમાન વેલ્યુએશન ઐતિહાસિક દ્રષ્ટિએ સરખામણીમાં ઓછા છે. વેલ્યુએશન હાલ જાન્યુઆરી ૨૦૨૨ના જેટલા ઊંચા નથી. ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના રોકાણ ધોધના પરિણામે રોજબરોજ નવી વિક્રમી ઊંચાઈના ઈતિહાસ રચાઈ રહ્યા છે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારોના ટ્રેન્ડ પર નજર વચ્ચે સેન્સેક્સ અને નિફટી ફ્યુચરમાં અફડા – તફડી જોવાઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.