જી.એન.એસ, તા.૧
પુત્ર રાજવીર સાત મહિનાનો હતો ત્યારે દિપક પવાર કાશ્મીરમાં શહીદ થયાં હતાં, શહીદ કયારેય મરતા નથી ઉક્તિને તાદૃશ્ય કરતું શહેરનું પવાર પરિવાર
શહીદ થનાર કયારેય મરતા નથી તેવી પ્રચલિત ઉક્તિને શહેરનાં પવાર પરિવારના સાત વર્ષના પુત્રએ ચરિતાર્થ કરી બતાવી છે. રાજદીપ સાત મહિનાનો હતો ત્યારે પિતાએ દેશની સુરક્ષા માટે શહીદી વહોરી હતી. રાજદીપને તેના પિતા આજે પણ દેશની સીમડાની રક્ષા કરવા માટે ફરજ બજાવી રહ્યા હોવાનં સ્મરણમાં છે. ગઇકાલે જ સાતમો જન્મદિવસ ઉજવનાર રાજદીપે કરેલી સિંહ ગર્જનાથી સૌ તેના પર ઓવારી ગયાં હતાં. રાજવીરે પિતા સોલ્જર હોવાથી પોતે પણ સોલ્જર બનશે.એરફોર્સમાં જોડાઇ પાયલોટ બનીને પાકિસ્તાનને ખતમ કરી નાખશે.
શહેરનાં સલાટવાડા ગુરૃ દત્તાત્રેય ફલોર મિલની ઉપર રહેતા દિપક આનંદરાવ પવાર આર્મીમાં જોડાયો હતો. તેને કાશ્મીરના કુપવાડાના બારામુલ્લામાં ફરજ સોંપવામાં આવી હતી. ફરજ દરમિયાન તા. ૧૯મી જાન્યુઆરી ૨૦૧૧ના રોજ શહીદ થયો હતો. ત્યારે દિપકના પુત્ર રાજવીરની ઉંમર સાત મહિના હતી. દિપકની પત્નીએ હેતલ પતિ શહીદ થયા પછી પુત્રના ઉછેરમાં મન લગાવ્યંુ હતંુ. રાજવીરને તેના પિતા લશ્કરમાં ફરજ બજાવે છે અને હાલમાં પણ તેઓ દેશની સરહદ પર ફરજ પર છે તેવું જ કહેવામાં આવ્યંુ હતંુ. રાજવીરના માનસપટ પર પણ આ શબ્દો અંકિત થયા છે. પિતા સોલ્જર હોવાથી હું પણ સોલ્જર બનીશ તેવંુ રટણ પહેલેથી જ તે કરી રહ્યો છે. પરિવાર સહિતના લોકો જયારે રાજવીરને પુછતાં તંુ ડોકટર બનીશ કે એન્જિનિયર ત્યારે રાજવીર ગૌરવથી પિતાની જેમ સોલ્જર બનીશ તવંુ કહેતો હતો.
હાલ નાના પ્રકાશ નારાયણ કદમ સાથે તરસાલી અમરદીપ સોસાયટીમાં રાજદીપ રહે છે. નાના જયારે ટીવી ચાલુ કરતા તેમાં કાશ્મીરના સમાચારો આવતા અને કયારેક લશ્કરી જવાન શહીદ થયાના સમાચાર આવતા હતાં. ત્યારે રાજવીર પુછતો દાદા શંુ થયંુ, ત્યારે પ્રકાશ કદમ આ પાકિસ્તાનવાળાની નાપાક હરકત છે. પાકિસ્તાન આડકતરી રીતે આ હુમલા કરે છે તેવુ કહેતાં.આ શબ્દો રાજવીરના મનમાં જાણે તોફાન મચાવી ગયા. રાજવીરે સિંહ ગર્જના કરતાં કહ્યંુ દાદા, હું પણ પિતાની જેમ સોલ્જર બનીશ પાયલોટ બનીને પાકિસ્તાનને ખતમ કરી નાખીશ. રાજવીરના આ શબ્દો સાંભળીને નાના અને માતા હેતલની આંખમાં એક અજબ ખુમારી તરી આવી હતી.
ગઇકાલે રાજવીરનો સાતમો જન્મ દિવસ ઉજવાયો ત્યારે શહીદ પિતાની તસ્વીર સાથે રાજવીરનો પણ લશ્કરી ડ્રેસમાં પડાવેલા ફોટા સાથેનું પોસ્ટર ઘરમાં લગાડયંુ હતંુ. દેશની સુરક્ષા કાજે પરિવારનો એક વધુ સભ્ય જોડાય તેનાથી વધુ સૌભાગ્ય કયુ હોઇ શકે તેવું પવાર પરિવારે જણાવ્યંુ હતંુ.
મારા પુત્ર રાજવીરે ગઇકાલેજ સાત વર્ષ પરીપૂર્ણ કર્યા છે. કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ ૨માં અભ્યાસ કરતા રાજવીરને પરિવારના સભ્યો સહિત અન્ય લોકો જયારે પુછતા કે તું શુ બનીશ ડોકટર કે એન્જિનિયર ત્યારે તે પિતાની જેમ સોલ્જર બનવાનું પહેલેથી જ રટણ કરે છે. તેના મામા વિજય પવાર પણ લશ્કરમાં છે તે તાજેતરમાં આવ્યા હતાં ત્યારે પણ તણે મામા હું પણ તમારી સાથે જ આવીશ તેવંુ કહેતા તેઓ પણ ખુશ થઇ ગયા હતાં. રાજવીરને કશુ કોઇએ શીખવાડયંુ નથી. પરંતુ તેના મનની ઇચ્છા હોવાથી તેની આ ઇચ્છા હું પુર્ણ કરવા માટે મારુ જીવન ખર્ચી નાખીશ તે માટે હું બીજા લગ્ન પણ નહી કરૃ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.