રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૦.૦૭.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૭૦૯૭.૪૪ સામે ૬૭૦૭૪.૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૬૮૩૧.૩૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૮૭.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૭૪.૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૬૭૫૭૧.૯૦ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૮૪૭.૧૦ સામે ૧૯૮૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૭૯૬.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૫.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૩.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૯૭૦.૨૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ગુરુવારે પણ સ્થાનિક શેરબજારમાં ઉતાર-ચઢાવ ભર્યા ટ્રેડિંગ બાદ તેજી આગળ વધી હતી અને ચોથા દિવસે પણ નવી ટોચ રચાઈ હતી.સવારે કામકાજનો પ્રારંભ નેગેટિવ થયો હતો.આઈટી અને ટેકનો શેરોમાં ભારે પ્રોફિટ બુકિંગથી શેરબજાર ડાઉન હતું પરંતુ, તેની સામે બેન્ક, ફાઈનાન્શિયલ, ફાર્મા, ઓઈલ-ગેસ અને એનર્જી શેરોમાં ભારે લેવાલીથી બજાર ગ્રીન ઝોનમાં આવી ગયું હતું અને નવી ટોચ રચી હતી.બીએસઈ સેન્સેક્સ ૪૭૪ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી પણ ૧૯૯૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી ઉપર બંધ રહ્યો હતો.આજે આઈટીસીના શેરમાં ૩%સુધીની તેજી જોવા મળી હતી જ્યારે ઈન્ફોસિસના શેર ૨% ગગડ્યા હતા.
ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોની સતત લેવાલી જારી રહેતાં શેરબજારમાં સતત નવી ટોચ રચી રહ્યું છે. આ ઉપરાંત કંપનીઓના પરિણામોની મોસમ સાથે બજારનો અંડરટોન ઘણો મજબૂત જણાઈ રહ્યો છે. દેશના મેક્રો ડેટા પણ બજારને સપોર્ટ કરી રહ્યા હોવાથી બજાર સતત વધી રહ્યું છે. દેશમાં ચોમાસાની સારી સ્થિતિએ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટને બળ આપ્યું છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડીમર્જર્ડ ફાઈનાન્શિયલ સર્વિસિસ યૂનિટ જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસની શેર વેલ્યૂ નિર્ધારિત કરવા માટે સ્પેશ્યલ સેશન યોજાયું હતું જેમાં તેના ભાવ ૨૬૧.૮૫ રૂપિયા ઘટાડો થયો હતા.
BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ આઈટીસીના શેરોમાં સૌથી વધુ ૨.૭૮%નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં કોટક બેન્ક, આઈસીઆઈસીઆઈ, ભારતી એરટેલ, મારુતિ, એસબીઆઈ, સન ફાર્મા અને એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં ઈન્ફોસિસના શેરો સૌથી વધુ ૧.૭૨%ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અલ્ટ્રાકેમ્કો, એચસીએલ ટેકનો, બજાજ ફિનસર્વ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાઈટન, ટીસીએસ અને વિપ્રોનો સમાવેશ થાય છે.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અલ્ટ્રાકેમ્કો, બજાજ ફિનસર્વ, આઈશર મોટર્સ અને બ્રિટાનિયાનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૨ અને વધનારની સંખ્યા ૧૭૪૮ રહી હતી,૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૦૫% અને ૦.૧૯% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો,તેજીના ઐતિહાસિક દોરમાં અત્યારે અનેક કંપનીઓના શેરોના ભાવ બેફામ વધી રહ્યા છે, ત્યારે આ તેજીનો દોર કેટલો અને કયાં સુધી આગળ વધશે એનું આંકલન-સચોટ અંદાજ મૂકવો કઠિન બન્યું છે.વૈશ્વિક બજારોમાં હાલ મર્યાદિત તેજી સામે ભારતીય શેર બજારો ફાટમફાટ થઈ રહ્યા છે,તુલના પ્રમાણે હજુ તેજીને અવકાશ હોવાનું કહી શકાય.પરંતુ ઈન્ડેક્સ બેઝડ તેજીથી વિશેષ સ્મોલ, મિડ કેપ, સાઈડ માર્કેટમાં જોવાઈ રહેલી બેફામ તેજીમાં ક્યાંક અતિરેક પણ થઈ રહ્યો છે.ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના રોકાણ ધોધના પરિણામે રોજબરોજ નવી વિક્રમી ઊંચાઈના ઈતિહાસ રચાઈ રહ્યા છે.કોર્પોરેટ પરિણામોની સીઝન ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી સહિતના એકંદર સાધારણ પરિણામ છતાં અમેરિકામાં ફુગાવો અપેક્ષાથી ઓછો આવતાં વ્યાજ દર વધારાનું ચક્ર થંભવાની અપેક્ષાએ અને બિઝનેસ તકો વધવાની અપેક્ષાએ ફંડો સપ્તાહના અંતે આઈટી શેરોની આગેવાનીમાં તેજીનું મોટું તોફાન મચાવ્યું છે. તેજીના ઐતિહાસિક દોરમાં અત્યારે અનેક કંપનીઓના શેરોના ભાવ બેફામ વધી રહ્યા છે, ત્યારે આ તેજીનો દોર કેટલો અને કયાં સુધી આગળ વધશે એનું આંકલન-સચોટ અંદાજ મૂકવો કઠિન બન્યું છે. વૈશ્વિક બજારોમાં હાલ મર્યાદિત તેજી સામે ભારતીય શેર બજારો ફાટમફાટ થઈ રહ્યા છે, ત્યારે વૈશ્વિક બજારોની તુલનાએ હજુ ભારતીય બજારો આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર ૧૦% જ વળતર આપનાર રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.