Home દેશ - NATIONAL પુંછમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ જવાનોના શબને વિકૃત કર્યા

પુંછમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ જવાનોના શબને વિકૃત કર્યા

342
0

જી.એન.એસ, તા.૧ નવી દિલ્હી
કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામ ભંગમાં બે જવાનો શહીદ થયા છે, જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા છે. કાશ્મીર ખાણમાં છેલ્લા દસ મહિનાથી સતત હિંસા અને તણાવના વાતાવરણ વચ્ચે પણ એક ગુડ ન્યૂઝ મળ્યા છે. સેના દ્વારા શ્રીનગરમાં સંચાલિત કોચિંગ સેન્ટરના કુલ 40 વિદ્યાર્થીઓમાંથી 28 વિદ્યાર્થીઓએ આ વર્ષે IIT-JEEની પરીક્ષા પાસ કરી છે.
પાકિસ્તાન દ્વારા સોમવારે પૂંછ સેક્ટરના ક્રિષ્ના ઘાટી વિસ્તારમાં સંઘર્ષ વિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. જેમાં બે જવાનો શહીદ થયા છે. વીરગતિને વરેલા બે જવાનોમાં એક સેનાના જેસીઓ (જુનિયર કમિશન્ડ ઓફિસર) તથા એક બીએસએફના જવાન છે. જ્યારે ત્રણ અન્ય જવાન ઘાયલ થયા છે.
રવિવારે પાકિસ્તાનના સેનાધ્યક્ષે કાશ્મીરની સરહદની મુલાકાત લીધી હતી અને ”કાશ્મીર માટે સમર્થન ચાલુ રહેશે” તેવું નિવેદન પણ કર્યું હતું. ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા હતા કે લશ્કર-એ-તોઈબના આતંકવાદીઓ ક્રિષ્ના ઘાટી વિસ્તારમાં એકઠા થઈ રહ્યાં છે. ઉપરાંત પાકિસ્તાને અહીં સૈનિકોની સંખ્યા વધારી છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન તરફથી પૂંછ સેક્ટરમાં સવારે 8.30 વાગે હેવી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 4 એપ્રિલે પાકિસ્તાન તરફથી ઓટોમેટિક હથિયારો અને મોર્ટારથી ગોળી ચલાવવામાં આવી હતી. ત્યારપછી આર્મીને ફોરવર્ડ પોસ્ટ્સ પર તૈનાત કરવામાં આવી હતી. 3 એપ્રિલે પણ રાજૌરી જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં અંદાજે 11 વાગે અને દિગ્વાર વિસ્તારમાં સવારે 9 વાગે પાકિસ્તાન તરફથી સીઝફાયર કરવામાં આવ્યું હતું. દિગ્વારમાં હેવી મોર્ટારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી લોકો ઘણાં ડરી ગયા હતા.
1 એપ્રિલે પૂંછમાં એક જૂનિયર ઓફિસર આઈઈડી બ્લાસ્ટમાં શહીદ થઈ ગયા હતા. 2016માં એલઓસી પાસે 228 અને ઈન્ટરનેશનલ બોર્ડર પાસે 221 સીઝફાયર વાયોલન્સ કરવામાં આવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રજાપતિની પત્ની અને દિકરીને યોગી આદિત્યનાથને મળતા રોકવામાં આવી
Next articleરાજકોટમાં કાર્બાઇડથી પકવાતી ૬ હજાર કિલો કેરીનો નાશ