(GNS),14
મજબૂત વૈશ્વિક સંકેતની સાથે આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારે ટ્રેડિંગની શરૂઆત મજબૂત સ્થિતિ સાથે કરી છે. આજે બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સમાં 0.3% જયારે નિફટીમાં 0.4% ઉછાળા સાથે કારોબારની શરૂઆત થઈ છે. આ અગાઉ ગુરુવારના સત્રના અંતે કારોબારની સમાપ્તિ સમયે BSE સેન્સેક્સ 165 પોઈન્ટના ઉછાળા સાથે 65,558 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 30 પોઈન્ટના ઉછાળા સાથે 19,413 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.આ અગાઉના સત્રમાં સેન્સેક્સ 66,064.21 ની સર્વોચ્ચ સપાટી ઉપર પહોંચ્યો હતો.
ભારતીય શેરબજારે આજે એટલે કે ૧૪ જુલાઈના દિવસે ખુલતાની સાથે જ SENSEX : 65,775.49 +216.60 (0.33%) પરની સ્થિતિએ અને NIFTY : 19,493.45 +79.70 (0.41%) પરની સ્થિતિમાં નોંધાયું. FII અને DII ડેટા પર પણ જો એક નજર કરીએ તો વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 2,237.93 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 13 જુલાઈના રોજ રૂ. 1,196.68 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. આ વિગતો નેશનલ સ્ટોક એક્સચેન્જ- NSE દ્વારા જાહેર કરાયેલ ડેટામાં સામે આવી હતી.
NSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ પર પણ એક નજર કરીએ… NSE એ હિંદુસ્તાન કોપર, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ઈન્ડિયા સિમેન્ટ્સ, મણપ્પુરમ ફાઈનાન્સ, પંજાબ નેશનલ બેંક અને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝીસને જાળવી રાખીને 14 જુલાઈ માટે ડેલ્ટા કોર્પને તેની F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યું છે. આ રીતે F&O સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માર્કેટ-વાઇડ પોઝિશન લિમિટના બેરિયરને ઓળંગી ગયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.