Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં 17 જુલાઈએ વધુ એક કંપની પોતાનો IPO લાવવાની છે

ભારતીય શેરબજારમાં 17 જુલાઈએ વધુ એક કંપની પોતાનો IPO લાવવાની છે

11
0

(GNS),14

તાજેતરના સમયમાં ઘણી કંપનીઓ IPO લઈને આવી છે. આમાંથી ઘણાં IPOમાં રોકાણકારોએ બમ્પર નફો કર્યો છે. હવે વધુ એક કંપની પોતાનો IPO લાવવાની છે. IPO માં રોકાણ કરવાની આ એક સારી તક પણ બની શકે છે પણ તે પહેલા રોકાણના જોખમો વિશે માહિતી મેળવવી પણ ખુબ જરૂરી છે. આ IPO Netweb Technologies India IPO નો છે. કંપની કમ્પ્યુટિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. Netweb Technologies IPO 19 જુલાઈ સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. IPO હેઠળ કંપની રૂ. 206 કરોડના નવા શેર ઇશ્યૂ કરશે. આ ઉપરાંત હાલના પ્રમોટર્સ અને શેરધારકો પણ પોતાના શેર વેચાણ માટે ઓફર કરશે. કંપની અપર પ્રાઇસ બેન્ડ દ્વારા રૂ. 632 કરોડ એકત્ર કરશે.

Netweb Technologies India IPO માટે 30 શેરની લોટ સાઈઝ અને શેર દીઠ 475-500 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે રોકાણકારોએ સિંગલ લોટ માટે અરજી કરવા માટે ઓછામાં ઓછા 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.IPO 19મી જુલાઈ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. તેના શેરની ફાળવણી 24 જુલાઈના રોજ થઈ શકે છે. 26 જુલાઈ, 2023 સુધી રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા થઈ શકે છે. કંપનીના શેરનું લિસ્ટિંગ 27 જુલાઈ સુધીમાં થઈ શકે છે.

Netweb Tech IPO હેઠળ, 50 ટકા શેર લાયક સંસ્થાકીય ખરીદદારો માટે અનામત રાખવામાં આવ્યા છે. તે જ સમયે, 15 ટકા શેર HNIs માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા છે. નેટવેબ ટેકનોલોજી કંપનીની સ્થાપના વર્ષ 1999માં કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીએ રૂ. 46.94 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ગયા નાણાકીય વર્ષમાં કંપનીની કુલ આવક રૂ. 445.65 કરોડ હતી. કંપની હાઇ-એન્ડ કમ્પ્યુટિંગ સોલ્યુશન્સ ઓફર કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસેન્કો ગોલ્ડ કંપનીના શેરનો 36% પ્રીમિયમ સાથે શેરબજારમાં પ્રવેશ
Next articleભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, Sensex 65917 સુધી ઉછળ્યો