રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૪.૦૭.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૫૨૦૫.૦૫ સામે ૬૫૫૦૩.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૫૧૭૧.૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૧.૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૪.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫૪૭૯.૦૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૪૦૪.૯૫ સામે ૧૯૪૨૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૩૭૬.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૩.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૩.૪૫ પોઈન્ટના ઘટાળા સાથે ૧૯૪૫૮.૪૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શેરબજારમાં વૈશ્વિક રાહે ભારે લેવાલીથી સતત ચોથા સેશનમાં તેજી જોવા મળી હતી.વૈશ્વિક બજારોની વાત કરીએ તો ટેસ્લાના શેરમાં ઉછાળા અને બેન્ક શેરોના સારા દેખાવને પગલે અમેરિકાના બજારો સાધારણ વધીને બંધ રહ્યા હતા જ્યારે એશિયાના બજારોમાં મંગળવારે નરમાઈ જોવા મળી હતી.જોકે, દલાલ સ્ટ્રીટમાં ઉંચા મથાળે પણ તેજી જળવાઈ રહી હતી.ભારતીય શેરબજારમાં ફાઈનાન્શિયલ અને બેન્ક શેરોની આગેવાનીમાં સતત ચોથા સેશનમાં તેજી જોવા મળી હતી.આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં ૬૫૬૭૨.૯૭ (નવી ટોચ) અને નિફ્ટી પણ ઉપરમાં ૧૯૫૦૦.૦૦(નવી ટોચ) પોઈન્ટ્સની સપાટી નોંધાવી હતી.
BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ બજાજ ફાઈનાન્સના શેરોમાં સૌથી વધુ ૭.૧૭%નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફિનર્સવ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, એનટીપીસી, ટાઈટન, વિપ્રો અને ટીસીએસનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં ભારતી એરટેલના શેરો સૌથી વધુ ૧..૫૪% ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એક્સિસ, રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, અલ્ટ્રાકેમ્કો, પાવરગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારુતિનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ બજાજ ફાઈ.ના શેરોમાં સૌથી વધુ ૭.૩૦%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફિનસર્વ, હિરોમોટો કોર્પ, ટેક મહિન્દ્રા અને સન ફાર્માનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ આઈશર મોટર્સના શેરમાં ૬.૦૬% નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ભારતી એરટેલ, ગ્રાસિમ, એક્સિસ બેન્ક અને રિલાયન્સનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૦ અને વધનારની સંખ્યા ૧૬૪૩ રહી હતી,૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૨૨% ઘટી અને ૦.૦૫% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો,ભારત આર્થિક પ્રગતિ ઝડપી સાધશે એવી પૂરી અપેક્ષા સાથે વડાપ્રધાન મોદી વિશ્વને આર્થિક પડકારોમાંથી અને જીઓપોલિટીકલ ટેન્શનમાંથી બહાર લાવવા મહત્વના માર્ગદર્શક બની રહેશે એવો રશીયા સહિતના દેશો દ્વારા અપાઈ રહેલા સંકેત શકય છે, ભારતમાં વિદેશી ફંડોના રોકાણનો ગત સપ્તાહમાં વહેતો થયેલો ધોધ આગામી દિવસોમાં ભારતીય શેર બજારોમાં તેજીને વધુ આક્રમક બનાવશે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ)ની ગત સપ્તાહમાં છેલ્લા બે દિવસમાં રૂ.૧૯,૦૦૦ કરોડથી વધુ રકમના શેરોની જંગી ચોખ્ખી ખરીદી સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની પણ શેરોમાં નેટ ખરીદીના જોરે આભ ફાટતી તેજી જોવાઈ છેબેંકિંગ વિશ્વમાં હવે ભારતના પ્રતિષ્ઠિત એચડીએફસી ગુ્રપની પ્રમુખ બે બેંકિંગ જાયન્ટ એચડીએફસી બેંક અને એચડીએફસી લિમિટેડનું મેગા મર્જર હવે અમલી બનતાંની સાથે વિશ્વની ચોથી સૌથી મોટી જાયન્ટ બેંક બનવાની સાથે આગામી દિવસોમાં વૈશ્વિક ફલક પર ભારતીય બજારો પર વિદેશી રોકાણકારોનું ફોક્સ વધતું જોવાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.