(GNS)
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. સામાન્ય રીતે 1લીએ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થાય છે. આ વખતે 1 જુલાઈના રોજ ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. તેના પછી ચોથા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરીને મોટો ઝટકો આપ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સાત રૂપિયાનો ઝીકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર 19 કિલો વજનનો ઉપલબ્ધ થાય છે.
દિલ્હી, મુંબઈ, કોલકાતા ચેન્નાઈ અને અમદાવાદમાં આ એલપીજી ગેસના ભાવમાં ઉથલ પાથલ જોવા મળી નથી. ઘરેલુ વપરાશના એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1103 રૂપિયા, કોલકાતામાં 1129 રૂપિયા, મુંબઈમાં 1102.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1118.50 રૂપિયા પર ઉપલબ્ધ થઇ રહ્યા છે. આજના વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1,773 રૂપિયાથી વધીને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1882.50 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1875.50 રૂપિયા હતી. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વઘી છે અગાઉ ગેસના સિલિન્ડરનો ભાવ 1725 રૂપિયા હતો જે વધીને 1732 રૂપિયા થઈ ગયો છે. દક્ષિણ ભારતના મહાનગર ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1937 રૂપિયાથી વધીને 1944 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ મહિનામાં કિંમતમાં 50 રૂપિયાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
રાજધાનીમાં 19 કિગ્રા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે. રસોડામાં વપરાતા ઘરેલું કે હોટલ સહિતના સ્થળોએ કોમર્શિયલ હેતુ માટે વપરાતા સિલિન્ડરની કિંમતો અંગેનો નિર્ણય 1 જુલાઈએ પણ આવ્યો હતો. અહીં એ જાણવું જરૂરી છે કે દર મહિને પહેલી તારીખે ગેસના ભાવ અપડેટ કરવામાં આવે છે અને તેમાં સુધારો કરવામાં આવે છે. જ્યારે મે અને એપ્રિલમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો ત્યારે 14 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો ન હતો.
રાજધાનીમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે 19 કિગ્રા જો તમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જાતે તપાસવા માંગતા હોય તો https://iocl.com/prices-of-petroleum-products લિંકની મુલાકાત લો. તમે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ એલપીજીની કિંમતમાં કોઈપણ ફેરફાર જોઈ શકો છો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.