Home દેશ - NATIONAL જો તમારું PAN નિષ્ક્રિય થઈ જાય તો આ સ્ટેપ્સ અનુસરી ફરીથી એક્ટિવ...

જો તમારું PAN નિષ્ક્રિય થઈ જાય તો આ સ્ટેપ્સ અનુસરી ફરીથી એક્ટિવ કરી શકો

11
0

(GNS)

પાન કાર્ડ ને બાયોમેટ્રિક આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 હતી. આ પ્રક્રિયા 1,000નો દંડ ચૂકવીને પૂર્ણ કરી શકાતી હતી. જે કરદાતાઓએ આ તારીખ સુધી બંનેને લિંક કર્યા નથી તેઓ આવકવેરા સંબંધિત કેટલીક સેવાઓનો લાભ લઈ શકશે નહીં. જો કે, એવું નથી કે હવે પાન કાર્ડ નો ઉપયોગ કરી શકાશે નહીં. તમે હજુ પણ દંડ ભરીને સરળતાથી તમારા પાન કાર્ડ ને સક્રિય કરી શકો છો.જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યું છે તો તમે અમુક સેવાઓનો લાભ લઈ શકશો નહીં જ્યાં તમારો પાન કાર્ડ નંબર દાખલ કરવો ફરજિયાત છે. તેમજ જો તમે હજુ સુધી તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી તો તમે તમારા પાન કાર્ડ ને આધાર સાથે લિંક કર્યા પછી જ ITR ફાઈલ કરી શકશો.

શું છે આનો નિયમ તે પણ જાણો… 1 જુલાઈ, 2023 થી, પાન કાર્ડ એ લોકો માટે નિષ્ક્રિય થઈ ગયું છે જેઓ તેને આધાર સાથે લિંક કરવામાં નિષ્ફળ ગયા છે. તેમજ ટીડીએસ (Tax deducted at source) અને TCS (Tax collected at source) ઊંચા દરે કાપવામાં આવશે. આવકવેરા અધિનિયમ 1961 મુજબ તમામ પાન કાર્ડ ધારકો જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી તો પણ તેમના પાન કાર્ડ ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત નક્કી કરવામાં આવ્યું છે. પેનલ્ટી ભર્યા બાદ કરદાતા પોતાનો પાન કાર્ડ એક્ટિવેટ કરી શકે છે. આ પ્રક્રિયા નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) પોર્ટલ પર મુખ્ય હેડ 0021 (કંપનીઓ સિવાયની આવક વેરો) અને માઇનોર હેડ 500 (અન્ય રસીદો) સાથે ચલાન નંબર ITNS 280 હેઠળ રકમ ચૂકવીને કરી શકાય છે.

પાન કાર્ડ કેવી રીતે ફરીથી એક્ટિવ કરવું?.. 28 માર્ચ, 2023ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે 1000 રૂપિયાની પેનલ્ટી ભર્યા પછી, નિર્ધારિત અધિકારીઓને આધાર કાર્ડની જાણ કરીને 30 દિવસની અંદર પાન કાર્ડને ફરીથી સક્રિય કરી શકાય છે. આવો જાણીએ પ્રક્રિયા… આ માટે તમારે પહેલા આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર તમારા એકાઉન્ટમાં લોગઈન કરવું પડશે. ત્યારબાદ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાના વિકલ્પ પર ક્લિક કરો. આ લિંક પર ક્લિક કર્યા પછી, તમને વ્યક્તિગત માહિતી માટે પૂછવામાં આવશે. તમામ કોલમમાં માંગણી મુજબની વિગતો ભર્યા બાદ 1000 રૂપિયા દંડની રકમ ભરવાની રહેશે. અહીં તમે ઇ-પે ટેક્સ દ્વારા પેનલ્ટીની રકમ ચૂકવી શકો છો. આ માહિતી આવકવેરા વિભાગને આપવાની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોંઘવારીનો વધુ એક ફટકો, LPG સિલિન્ડરના ભાવ વધ્યા
Next articleશેરબજાર તેજી સાથે ખુલ્યું, Sensex 65500 ને પાર પહોંચ્યો