Home ગુજરાત ગાંધીનગર ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ-૨૦૨૩’ને સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને...

‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ-૨૦૨૩’ને સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો

34
0

(GNS) Dt. 3

ગાંધીનગર,

ગુજરાતની ભાતીગળ હસ્ત કળા કારીગીરીને જીવંત રાખવામાં મહિલાઓનું શ્રેષ્ઠ યોગદાન – મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા

આ ફેસ્ટિવલમાં હસ્તકલા કારીગર મહિલાઓને પ્રોત્સાહન આપવા વધુમાં વધુ લોકો જોડાય
-મેયર હિતેષ મકવાણ

ગુજરાતના ભવ્ય અને ભાતીગળ હસ્તકલા વારસાને જીવંત રાખવામાં મહિલા હસ્ત કળા કારીગરોનું શ્રેષ્ઠ યોગદાન છે તેમ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા એ ગાંધીનગર ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું.


ગુજરાતના ભવ્ય અને ભાતીગળ મહિલા હસ્તકલા વારસાને જીવંત રાખનાર કારીગરો દ્વારા નિર્મિત રોજબરોજ વપરાશની ચીજ વસ્તુઓ તેમજ ઘર સુશોભનની ઉત્કૃષ્ટ કલાકૃતિઓ નિહાળવા, ખરિદવા તેમજ મહિલા કારિગરોને રોજગારી માટે પ્રોત્સાહન પુરું પાડવાના ઉમદા આશયથી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા સેક્ટર-7,ગાંધીનગર ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે.


મહિલાઓ માટે રોજગારીને પ્રોત્સાહન પુરુ પાડતા ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ-૨૦૨૩’ને મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ , ભાનુબેન બાબરીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મંત્રી ભાનુબેને આ મેળામાં સહભાગી થનારી બહેનોની કળા કારીગીરી રસ પૂર્વક નિહાળી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું..ઉપરાંત તેમણે મહિલાઓ સાથે વાતચીત કરીને આવા ક્રાફ્ટ મેળાઓ અંગે તેમના પ્રતિભાવ પણ મેળવ્યા હતા.


ગાંધીનગરના સેક્ટર 7 નાં કોમ્યુનિટી હૉલ ખાતે યોજાયેલા મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ-૨૦૨૩માં ૬૪ મહિલા કારીગરોએ ભાગ લીધો છે. આ મેળો ૧૦ મી જુલાઇ સુધી ચાલુ રહેશે. આ ૮ દિવસના પ્રદર્શન સહ વેચાણમાં લોકો જોડાય અને હસ્તકલા કારીગર મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ચીજવસ્તુઓની ખરીદી કરવા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. તથા ગાંધીનગરના મેયર હિતેષભાઈ મકવાણા દ્વારા અનુરોધ કરાયો છે.


આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે પણ મહિલા હસ્ત કળા કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે મેનેજીંગ ડીરેક્ટર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ડો.હસરત જાસ્મીન, કે.કે.નિરાલા સચિવ મહિલા અને બાળ વિકાસ વિભાગ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી યથાવત્…!!!
Next articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદમાં આયોજીત ‘માઇગ્રન્ટ પાક હિંદુ- ડોક્ટર્સ રજીસ્ટ્રેશન આભાર સમારોહ’માં પ્રોત્સાહક ઉપસ્થિતિ