(GNS),27
આઇસીસી વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડ અત્યારે ચાલી રહ્યા છે ત્યારે સોમવારે રમાયેલી વન-ડે ક્રિકેટ મેચમાં ઝિમ્બાબ્વેએ યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની ટીમ સામે 304 રનના વિશાળ માર્જીનથી વિજય હાંસલ કર્યો હતો. વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં રનના માર્જીનથી વિજય હાંસલ કર્યો હોય તેવો આ બીજો સર્વશ્રેષ્ઠ વિજય હતો. અગાઉ શ્રીલંકા સામે થિરુવનંથપુરમ ખાતે ભારતે 317 રનના તફાવતથી મેચ જીતી હતી. હરારે સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં છ વિકેટે 408 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં યુએસએની ટીમ 25.1 ઓવરમાં ઓલઆઉટ થતાં અગાઉ માત્ર 104 રન કરી શકી હતી. ઝિમ્બાબ્વે માટે સોન વિલિયમ્સે 101 બોલમાં 21 ચોગ્ગા અને પાંચ સિક્સર સાથે 174 રન ફટકાર્યા હતા. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. સિકંદર રઝાએ 48 તથા રાયન બર્લે 47 રન ફટકાર્યા હતા.યુએસએ માટે અભિષેક પરાડકરે સૌથી વધુ 24 રન નોંધાવ્યા હતા. વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ માર્જીનથી મેચના પરિણામ આવ્યા હોય તેમાં આ મેચ બીજા ક્રમે છે.
અંતર ટીમ વિરુદ્ધ વર્ષ
317 રન ભારત શ્રીલંકા 2023
304 રન ઝિમ્બાબ્વે યુએસએ 2023
290 રન ન્યૂઝી. આયર્લેન્ડ 2008
275 રન ઓસી. અફઘાન 2015
272 રન દ.આફ્રિકા ઝિમ્બા. 2010
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.