Home રમત-ગમત Sports વિમેન્સ એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો વિજય

વિમેન્સ એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો વિજય

18
0

(GNS),27

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં રમાયેલી એશિઝ ક્રિકેટ સિરીઝની એકમાત્ર વિમેન્સ ટેસ્ટમાં સોમવારે સવારે ઇંગ્લેન્ડનો બીજા દાવમાં ધબડકો થતાં ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટ 89 રનથી જીતી લીધી હતી. ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી મેચના છેલ્લા દિવસે ઇંગ્લેન્ડ તેના બીજા દાવમાં 178 રનમાં આઉટ થઈ ગયું હતું. તેણે પાંચ વિકેટે 116 રનના સ્કોરથી દિવસની રમત આગળ ધપાવી હતી. ઇંગ્લેન્ડના બીજા દાવમાં ડેની વેઇટે લડત આપી હતી અને 54 રન ફટકાર્યા હતા પરંતુ તેને અન્ય કોઈ તરફથી સહયોગ સાંપડ્યો ન હતો. ઓસ્ટ્રેલિયા માટે ઓફ સ્પિનર એશ્લે ગાર્ડનરે બીજા દાવમાં 66 રન આપીને આઠ વિકેટ ઝડપી હતી. આમ તેણે મેચમાં 12 વિકેટ ખેરવી હતી. આ વિજય સાથે ઓસ્ટ્રેલિયાને ચાર પોઇન્ટ મળ્યા હતા. બંને ટીમ વચ્ચે હવે વન-ડે અને ટી20 ઇન્ટરનેશનલ મેચની સિરીઝ રમાશે.

આ સાથે ઓસ્ટ્રેલિયા 1-0ની સરસાઈ પર છે કેમ કે બંને ટીમ વચ્ચે એશિઝ માટે માત્ર ટેસ્ટ જ નહીં પરંતુ વન-ડે અને ટી20ને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે બંને વચ્ચે લિમિટેડ ઓવરની છ મેચ રમાશે જેમાં એશિઝ જાળવી રાખવા માટે ઇંગ્લેન્ડે પાંચ મેચ જીતવી ફરજિયાત બની ગયું છે. 2015 બાદ ઇંગ્લેન્ડની મહિલા ટીમ એશિઝથી વંચિત રહી છે. ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી એશિઝ વિમેન્સ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 437 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો જેમાં એન્નાબેલ સધરલેન્ડે અણનમ 137 રન ફટકાર્યા હતા તો એલિસી પેરીએ 99 રન ફટકાર્યા હતા. તાહિલા મેકગ્રાએ 61 રનનું યોગદાન આપ્યું હતું.

જોકે ઇંગ્લેન્ડે પણ મજબૂત વળતો પ્રહાર કર્યો હતો. જેમાં ટેમ્મી બ્યુમોન્ટે ઇંગ્લેન્ડના વિમેન્સ ક્રિકેટ ઇતિહાસની સૌ પ્રથમ બેવડી સદી ફટકારતાં 208 રનનું યોગદાન આપ્યું હતું તો કેપ્ટન હિથર નાઇટે 57 અને નટ સિવર બ્રન્ટે 78 રન ફટકાર્યા હતા. બીજા દાવમાં બેથ મૂનીના 85 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ 257 રનનો સ્કોર રજૂ કરતાં ઇંગ્લેન્ડને 268 રનનો ટારગેટ મળ્યો હતો. જોકે ઇંગ્લેન્ડ 178 રન કરી શક્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે એશ્લે ગાર્ડનરે 12 વિકેટ ખેરવી હતી તો ઇંગ્લેન્ડ માટે આ મેચમાં સોફી એકેલસ્ટોને દસ વિકેટ ઝડપી હતી. બંને ટીમ વચ્ચે હવે પહેલી જુલાઈથી ટી20 મેચની સિરીઝ રમાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુએસએ સામે ઝિમ્બાબ્વેનો 304 રનથી વિક્રમી વિજય
Next articleવડોદરા ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું જનસંપર્ક અભિયાન, ઘરે ઘરે સ્ટીકર લગાવી માહિતીસભર પત્રિકાઓનું વિતરણ કર્યું