Home ગુજરાત ૮ મહાનગરપાલિકાઓ-૧ર નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં ૬૭૪ કરોડ રૂપિયાના કુલ પ૯૪ કામો મુખ્યમંત્રી...

૮ મહાનગરપાલિકાઓ-૧ર નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં ૬૭૪ કરોડ રૂપિયાના કુલ પ૯૪ કામો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કર્યા

44
0

(G.N.S) Dt. 27

ગાંધીનગર,

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે ૮ મહાનગરપાલિકાઓ-૧ર નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં ૬૭૪ કરોડ રૂપિયાના કુલ પ૯૪ કામો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કર્યા..

-: ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ :-
…..
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારમાં ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના ર૪ કરોડ રૂપિયાના વધુ ૩ કામો માટે મંજૂરી આપી
…..
આઉટગ્રોથ વિસ્તારમાં વસતા નાગરિકોને રસ્તા-પાણી-સ્ટ્રીટ લાઇટ-ડ્રેનેજની પ્રાથમિક જરૂરિયાત સહિતની સુવિધાના કામોનો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો તરીકે સમાવેશ કરાયો છે
…..
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વસતા નાગરિકોનું ઇઝ ઓફ લીવીંગ વધારવાની નેમ સાથે અત્યાર સુધીમાં પ્રાથમિક જરૂરિયાતના પ૯૪ કામો માટે કુલ ૬૭૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ વિકાસ કામો અંતર્ગત આઉટગ્રોથ વિસ્તારોમાં રોડ-રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજ સુવિધાના કામો સહિતના કામો હાથ ધરવામાં આવે છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં-૯૩, વડોદરામાં-૮૦, સુરતમાં-૧૩૪, રાજકોટમાં-૧૪, ભાવનગરમાં-પર, જામનગરમાં-૨, જૂનાગઢમાં-૯ અને ગાંધીનગરમાં-૩ એમ ૮ મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં કુલ ૩૮૭ કામો માટે ૬ર૯ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં મંજૂર કરેલા છે. 
આ કામો અન્વયે રાજકોટ મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તાર વિકાસના ૩ કામો માટે ર૪.૩ર કરોડ રૂપિયાના કામો માટે તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

આ વિકાસ કામોમાં રાજકોટ મહાનગરના વોર્ડ નં. ૧ માં તથા વોર્ડ નં. ૧૧ માં નવા ભળેલા મોટા મૌવા વિસ્તારમાં ડી.આઇ. પાઇપલાઇનના નેટવર્કના કામોનો સમાવેશ થાય છે. 
રાજકોટ મહાનગરપાલિકાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફતે રજૂ કરેલી આ અંગેની દરખાસ્તને તેમણે સૈદ્ધાંતિક અનૂમતિ આપી છે. 
મુખ્યમંત્રીએ ૮ મહાનગરો સાથે ૧ર જેટલી નગરપાલિકાઓમાં પણ આઉટગ્રોથ વિસ્તારના કુલ ર૦૭ વિકાસ કામો માટે અત્યાર સુધીમાં એટલે કે પાછલા બે વર્ષમાં કુલ ૪૪.પ૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. 

તદ્દઅનુસાર, ભુજ, દ્વારકા, ગોંડલ, અમરેલી, વેરાવળ-પાટણ, માંડવી-કચ્છ, અંજાર, રાપર, પાલનપૂર, માળિયા-મિયાણા, જેતપૂર-નવાગઢ તથા સાવરકુંડલા નગરપાલિકાઓને આ રકમ આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામોના હેતુસર ફાળવવામાં આવેલી છે. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યની સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ ઉજવણી વર્ષ ૨૦૧૦ માં આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના નગરો-મહાનગરોના આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસની ભાવના સાથે શરૂ કરાવી હતી. 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારે નગર સુખાકારીના વિકાસ કામોને ગતિ આપતી આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને આ વર્ષના બજેટમાં રૂ.૮૦૮૬ કરોડની જોગવાઇ સાથે ર૦ર૪ સુધી લંબાવી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ: ૨૦૨૩
Next articleBCCI દ્વારા ODI વર્લ્ડ કપ 2023ની જાહેરાત, 5 ઓક્ટોબર થી 19 નવેમ્બર