Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૮૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૮૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૬.૦૬.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૨૯૭૯.૩૭ સામે ૬૨૯૪૬.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૨૮૫૩.૬૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૨૮૨.૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૦૯.૩૭ પોઈન્ટના ઘટાડા સાથે ૬૨૯૭૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૭૦૫.૯૦ સામે ૧૮૭૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૬૬૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૭૧૭.૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ચાલુ ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ સેશનમાં સ્થાનિક શેરબજાર ઉતાર-ચઢાવ બાદ સાધારણ ઘટીને બંધ રહ્યું હતું.ચોક્કસ દિશાના અભાવે રોકાણકારો અવઢવમાં જોવા મળ્યા હતા.અમેરિકામાં ફુગાવાને અંકુશમાં રાખવા માટે વ્યાજદર વધારો જારી રહેવાની શક્યતા સાથે ત્યાંના શેરબજારમાં મંદી જોવા મળી હતી અને શુક્રવારે બજાર ગગડ્યા હતા.વોલ સ્ટ્રીટના શુક્રવારના કડાકા બાદ સોમવારે સવારે એશિયાના બજારોમાં પણ સાવધ વલણ જોવા મળ્યું હતું. ક્રૂડના ભાવમાં વધારાને કારણે પણ એશિયાના માર્કેટમાં નરમાઈ જોવા મળી હતી.

BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ મારુતિના શેરોમાં સૌથી વધુ ૧.૬૭% નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, ટાઈટન, અલ્ટ્રાકેમ્કો, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે ટીસીએસના શેરોમાં સૌથી વધુ ૦.૮૬%ઘટ્યા હતા. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં રિલાયન્સ, એનટીપીસી, ભારતી એરટેલ, પાવરગ્રીડ અને લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ થાય છે.

NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ સિપ્લાના શેરોમાં સૌથી વધુ ૩.૪૮% નો ઉછાળો જોવા મળ્યો હતો.જે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, હિરો મોટોકોર્પ, ટાટા કન્ઝ્યૂમર અને યૂપીએલનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ પાવરગ્રીડના શેરમાં ૦.૮૨% નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટીસીએસ, રિલાયન્સ, એનટીપીસી અને કોલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૮૩ અને વધનારની સંખ્યા ૧૮૬૦ રહી હતી,૧૭૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૦૪% અને ૦.૭૧% વધીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા….મિત્રો, વિશ્વ ફરી મોંઘવારી-ફુગાવાના પડકારને લઈ ચિંતિત બનતાં બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરમાં અડધા ટકાના વધારા અને યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના હજુ વ્યાજ દર વધારો શક્ય હોવાના સંકેતને પરિણામે વૈશ્વિક ફંડો સાવચેત બન્યા છે. ફુગાવાના પડકાર સાથે ફરી જીઓપોલિટીકલ ટેન્શને માથું ઉંચકી યુક્રેન-રશિયા યુદ્વ વચ્ચે રશીયામાં બળવા સાથે સત્તાપલટાના પ્રયાસના અહેવાલો આગામી સમય  અનિશ્ચિતતા સાથે શક્ય છે મોટી ઉથલપાથલનો નીવડી શકે છે. આ સાથે યુરોપમાં ફરી મંદીના વાદળો ઘેરાતાં સપ્તાહના અંતે અમેરિકી શેર બજારો સહિતમાં પીછેહઠ જોવાઈ છે. યુરોપ સાથે ચાઈના પણ આર્થિક પડકારોનો સામનો સતત કરી રહ્યું હોઈ સ્ટીમ્યુલસનો માર્ગ અપનાવ્યા છતાં સ્ટીમ્યુલસ કેટલું કારગત નીવડશે એની અનિશ્ચિતતામાંથી પસાર થઈ રહ્યું હોઈ વૈશ્વિક આર્થિક મંદી વકરવાનો ભય ઊભો થયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field