Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૦૦૯ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૦૦૯ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૨.૦૬.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૩૫૨૩.૧૫ સામે ૬૩૬૦૧.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૩૨૦૦.૬૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૦૧.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૪.૨૬ પોઈન્ટના ઘટાડા સાથે ૬૩૨૩૮.૮૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૮૯૬.૭૫ સામે ૧૮૮૭૧.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૮૦૧.૯૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૮.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૬.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૮૩૦.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ગુરુવારે સ્થાનિક શેરબજારો ઘટાડા સાથે ફ્લેટ ખૂલ્યા હતાં.સેન્સેક્સ સતત બીજા દિવસે ટ્રેડિંગના અંતે ઘટાળા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ પોઈન્ટ ઘટી બંધ રહેવા સાથે રેઝિસ્ટન્સ લેવલ જાળવવામાં સફળ રહ્યો હતો.ભારતીય શેરબજારોમાં સેક્ટોરલ ઈન્ડેક્સમાં એસએમઈ આઈપીઓ સિવાય તમામ સેક્ટર્સ રેડઝોનમાં બંધ રહ્યા હતાં.જેમાં ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને ઓટો ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ ઘટાડે બંધ રહ્યા હતા. ટેલિકોમ્યુનિકેશન્સ અને પાવર ઈન્ડેક્સ ૧% થી વધુ તૂટ્યા હતા.ભારતીય શેરબજારોમાં સેક્ટોરલ ઈન્ડેક્સમાં એસએમઈ આઈપીઓ સિવાય તમામ સેક્ટર્સ રેડઝોનમાં બંધ રહ્યા હતાં.

માર્કેટ બ્રેડ્થ નેગેટીવ – સેન્સેક્સ પેકની ૩૦ સ્ક્રિપ્સ પૈકી ૨૦માં ઘટાડો અને ૧૦માં સુધારો જોવા મળ્યો હતો. ૧૬૬ સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને ૨૧ સ્ક્રિપ્સ વર્ષના તળિયે પહોંચી હતી.જે માર્કેટ બ્રેડ્થ નેગેટીવ રહેવાની સાથે સાવચેતીની વલણ દર્શાવે છે.BSE સેન્સેક્સ પેકમાં ઘટીને ટ્રેડ થઈ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ફોસિસ, ટીસીએસ, પાવરગ્રીડ, એનટીપીસી, બજાજ ફિનસર્વ અને વિપ્રોનો સમાવેશ થાય છે.NSE નિફ્ટીમાં રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહેલા અન્ય શેરોમાં એચડીએફસી લાઈફ, હિન્દાલ્કો, ઓએનજીસી અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.

સુગર શેર્સમાં ઉછાળો – વોલેટિલિટી વચ્ચે સ્મોલ અને મિડકેપ શેરોમાં પ્રોફિટ બુકિંગનો સામનો કર્યો હતો.જો કે, સુગર કંપનીઓના શેરોમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. ઇથેનોલ ઉત્પાદિત કરવાનો લક્ષ્ય હાંસિલ કરવાના હેતુ સાથે વ્યાજ સબવેન્શન સ્કીમ માટે સમયમર્યાદા લંબાવવામાં આવી છે. જેના લીધે ઉત્તમ સુગર્સ અને ધામપુર સુગર્સના શેર વર્ષની ટોચે પહોંચ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૯૦ અને વધનારની સંખ્યા ૧૩૩૨ રહી હતી,૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….મિત્રો, સ્થાનિક બજાર હાલમાં તેના ઐતિહાસિક ટોચની નજીક હોવાથી વોલેટાઈલ છે. જેની અસર મિડકેપ અને સ્મોલ-કેપ શેરો પર જોવા મળી છે, જેણે સ્થિતિસ્થાપકતા દર્શાવી છે.તદુપરાંત, નબળા ગ્લોબલ ઈન્ડેક્સની સ્થાનિક બજાર પર અસર પડી છે, કારણ કે ફુગાવા સામેની લડાઈ અંગે ફેડ અધ્યક્ષની ટિપ્પણીઓ દ્વારા સંભવિત દર વધારાની ચિંતાઓને પગલે તેઓએ ઘટાડાનો અનુભવ કર્યો હતો.વૈશ્વિક બજારોમાં સપ્તાહ શ્રેષ્ઠ નીવડયું.ગત સપ્તાહમાં  અમેરિકાની સેન્ટ્રલ બેંક યુ.એસ. ફેડરલ રિઝર્વે અપેક્ષા મુજબ વ્યાજ દર સ્થિર રાખ્યા છતાં હજુ વધારાનો સંકેત આપ્યો અને યુરોપીય સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યા છતાં ચાઈના પર વિશ્વની આર્થિક રિકવરી માટે મીટ માંડી બેસેલા ફંડોએ ચાઈનાના વ્યાજ દરમાં ઘટાડા અને સ્ટીમ્યુલસને પગલે વૈશ્વિક બજારોમાં તેજી કરી હતી.ચાઈના સાથે ઘર્ષણ ઘટાડવા અમેરિકાના બ્લિન્કિનની ચાઈના મુલાકાત સામે હજુ રશીયા-યુક્રેન મામલે ફરી ઉકળાટ વધવાના સંકેત રશીયાના પુટીન દ્વારા ન્યુક્લિયર શસ્ત્રો બેલારૂસ મોકલવામાં આવ્યાના સમાચારે આ દિશામાં કોઈ ડેવલપમેન્ટ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન વધારી શકે છે. ઘર આંગણે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત થઈ રહેલી ખરીદીના જોરે સેન્સેક્સ અને નિફટી નવી વિક્રમી ઊંચાઈએ બંધ આવ્યા છે. શેરોમાં રી-રેટીંગ સાથે ફંડોનું વેલ્યુબાઈંગ વધતું જોવાયું છે.પરંતુ ભારતીય શેર બજારોમાં તેજીના આ દોરમાં અનેક શેરો બેફામ વધતાં જોવાઈ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field