Home ગુજરાત વશરામ સાગઠિયાની કોંગ્રેસમાં ઘર વાપસી

વશરામ સાગઠિયાની કોંગ્રેસમાં ઘર વાપસી

36
0

(GNS),21

આખરે પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસમાં ફરી જોડાયા છે. આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખતા સાગઠિયાએ ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તમને જણાવી દઈએ કે, રાજકોટના જ કોંગ્રેસી નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જો કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફર્યા હતા પરંતુ વશરામ સાગઠિયા આપમાં જ રહ્યા હતા. જો કે, આજે તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ અંગે કોંગ્રેસે કહ્યું કે, અમારા પરિવારમાં સૌરાષ્ટ્રનું હ્રદય કહેવાય એવા રાજકોટમાંથી આગેવાનો જોડાયા છે. કોંગ્રેસ પક્ષ સત્તા પડાવી લેવા માટે સંઘર્ષ નહિ ગુજરાતના હિત માટે અમે આગળ વધી રહ્યો છે. આ સેવા યજ્ઞમાં સૌ કોઈ જોડાઈ રહ્યા છે. આવે એનું સૌ કોઈનું સ્વાગત છે. આપવાનું હશે ત્યારે પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને પક્ષ આપશે.વશરામ સાગઠિયા રાજકોટના મોટા નેતા છે, વશરામ સાગઠિયાને આમ આદમી પાર્ટીએ બરતરફ કર્યા હતા. વશરામ સાગઠિયાને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ તમામ પદપરથી કરાયા સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. વશરામ સાગઠિયા શક્તિસિંહ ગોહિલની પદયાત્રા બાદ કોંગ્રેસ કાર્યાલયમાં પણ જોવા મળ્યા હતા. ખાસ વાત છે કે, વશરામ સાગઠિયા તે સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજકોટ ગ્રામ્યની બેઠકમાંથી વશરામ સાગઠીયા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભૂતપૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મ હાઉસનો અમુક ભાગ તોડી પડાયો
Next articleપાકિસ્તાનની શાળાઓમાં હોળીની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો