Home ગુજરાત ભૂતપૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મ હાઉસનો અમુક ભાગ તોડી પડાયો

ભૂતપૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મ હાઉસનો અમુક ભાગ તોડી પડાયો

31
0

(GNS),21

સુરતની ચોર્યાસી બેઠકના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ઈન્દ્રરાજ ફાર્મ હાઉસમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે. રસ્તા પર ફાર્મ હાઉસ આડે આવતું હોવાથી દબાણ હટાવવામાં કામગીરી કરવામાં આવી હતી. જેમાં કીચનનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો.
સુરતના ડુમસમાં ટીપી રોડને નડતરરૂપ ભૂતપૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મ હાઉસનો અમુક ભાગ તોડી પડાયો છે. એરપોર્ટ સામે વિકટોરીયા ફાર્મની બાજુમાં ઝંખના પટેલનું ઇન્દ્રરાજ ફાર્મ આવેલું છે. આ ફાર્મનો કીચન સહિતનો ભાગ રોડ એલાઇમેન્ટમાં આવતો હોવાથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી ચાલતી હોવાથી ફાર્મના અમુક ભાગનું ડિમોલિશન કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.
આ અંગે પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતુ કે, અહિંથી રસ્તો નીકળતો હોવાથી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. જેના પગલે માત્ર દીવાલ જ નડતરરૂપ હોવાથી તેને સ્વૈચ્છિક રીતે તોડી પાડવામાં આવી છે. સુરતના ચોર્યાસી બેઠકના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલને 2022ની ચૂંટણીમાં ભાજપે ટીકિટ આપી નહોતી. જેથી તેઓ ત્રીજીવાર ધારાસભ્ય બની શક્યા ન હતા.
સુરત મહાનગરપાલિકાએ મંગળવારે સવારે ડુમસમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેના પગલે ચોર્યાસી વિધાનસભા બેઠકના પૂર્વ ભાજપ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મહાઉસનો અમુક ભાગ દબાણમાં આવતો હોવાથી પાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article16 વર્ષની ઉંમરે વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. આજે 15 ફૂટબોલના મેદાન જેટલું જંગલ બનાવ્યું
Next articleવશરામ સાગઠિયાની કોંગ્રેસમાં ઘર વાપસી