રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૦.૦૬.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૩૧૬૮.૩૦ સામે ૬૩૧૭૬.૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૨૮૦૧.૯૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૩૮.૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૯.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૩૩૨૭.૭૦ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૮૪૦.૨૦ સામે ૧૮૮૧૯.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૭૧૨.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૦.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪.૫૦ પોઈન્ટના ઘટાળા સાથે ૧૮૮૬૪.૭૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મંગળવારે સ્થનિક શેરબજાર ભારે ઉતાર-ચઢાવ બાદ જોવા મળેલી સાર્વત્રિક લેવાલીથી ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. શેરબજાર શરુવાતે અપેક્ષાનુસાર વેચવાલી જોવા મળી હતી.એશિયાના બજારોમાં સવારે ઘટાડા તરફી ચાલ જોવા મળી હતી.ચીનનો સાધારણ રેટ કટ બજારમાં કે રોકાણકારોમાં કોઈ ઉત્સાહ સર્જવામાં નિષ્ફળ રહ્યો હતો.અમેરિકામાં યૂએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલની નાણાકીય બાબતો પરની જુબાની પહેલાં શેરબજારમાં નરમાઈ જોવા મળી હતી.જોકે, બપોર પછી શેરબજારમાં ફરી નીચા મથાળે લેવાલી નીકળી હતી પરિણામે ટ્રેડિંગને અંતે બજાર વધીને બંધ રહ્યું હતું. પાવર, મેટલ, રિયલ્ટી, આઈટી, ટેકનો, બેન્ક, ફાઈનાન્શિયલ અને ઓટો શેરોમાં લેવાલીથી બીએસઈ સેન્સેક્સ ૧૫૯ પોઈન્ટ્સ વધીને જ્યારે નિફ્ટી ૧૮૮૦૦ની ઉપર બંધ રહ્યો હતો.શેરબજારમાં દિવસની નીચી સપાટીથી ૫૨૬પોઈન્ટ્સની રિકવરી જોવા મળી હતી.
BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ટાટા મોટર્સના શેરોમાં સૌથી વધુ ૩.૧૬% નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએલ ટેકનો, પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, કોટક બેન્ક, એક્સિસ બેન્ક અને નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે બજાજ ફાઈનાન્સના શેરોમાં સૌથી વધુ ૧.૮૬% ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફિનસર્વ, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, એસબીઆઈ અને હિન્દુસ્તાન યૂનિલિવરનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ ટાટા મોટર્સના શેરોમાં સૌથી વધુ ૩.૦૭% નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએલ ટેકનો, એચડીએફસી લાઈફ, પાવરગ્રીડ અને આઈશર મોટર્સનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ બજાજ ફાઈનાન્સના શેરમાં ૧.૮૦%નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફિનસર્વ, સન ફાર્મા, બીપીસીએલ અને ડિવિસ લેબનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૮ અને વધનારની સંખ્યા ૧૯૨૯ રહી હતી,૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.બીએસઈ પર તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૭% અને ૦.૪૦%વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો,ગત સપ્તાહમાં અમેરિકાની સેન્ટ્રલ બેંક યુ.એસ. ફેડરલ રિઝર્વે અપેક્ષા મુજબ વ્યાજ દર સ્થિર રાખ્યા છતાં હજુ વધારાનો સંકેત આપ્યો અને યુરોપીય સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યા છતાં ચાઈના પર વિશ્વની આર્થિક રિકવરી માટે મીટ માંડી બેસેલા ફંડોએ ચાઈનાના વ્યાજ દરમાં ઘટાડા અને સ્ટીમ્યુલસને પગલે વૈશ્વિક બજારોમાં તેજી કરી હતી.ચાઈના સાથે ઘર્ષણ ઘટાડવા અમેરિકાના બ્લિન્કિનની ચાઈના મુલાકાત સામે હજુ રશીયા-યુક્રેન મામલે ફરી ઉકળાટ વધવાના સંકેત રશીયાના પુટીન દ્વારા ન્યુક્લિયર શસ્ત્રો બેલારૂસ મોેકલવામાં આવ્યાના સમાચારે આ દિશામાં કોઈ ડેવલપમેન્ટ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન વધારી શકે છે.ઘર આંગણે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત થઈ રહેલી ખરીદીના જોરે સેન્સેક્સ અને નિફટી નવી વિક્રમી ઊંચાઈએ બંધ આવ્યા છે.શેરોમાં રી-રેટીંગ સાથે ફંડોનું વેલ્યુબાઈંગ વધતું જોવાયું છે.પરંતુ ભારતીય શેર બજારોમાં તેજીના આ દોરમાં અનેક શેરો બેફામ વધતાં જોવાઈ રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.