રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૫.૦૬.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૩૨૨૮.૫૧ સામે ૬૩૧૫૩.૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૨૮૭૧.૦૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૯.૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૦.૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૬૨૯૧૭.૬૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૮૧૮.૨૫ સામે ૧૮૮૧૮.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૭૩૪.૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૩.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૨.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૭૪૫.૪૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ગુરુવારે સ્થનિક શેરબજાર અપેક્ષાનુસાર સાધારણ નીચે ખુલ્યું હતું ત્યરબાદ વેચવાલી જોવા મળી હતી. યૂએસ ફેડે વ્યાજદર યથાવત જાળવી રાખ્યા હતા પરંતુ,આગામી સમયમાં જરૂર જણાય તો વ્યાજદરમાં ફરી વધારો કરવામાં આવશ તેવા સંકેત આપ્યા હોવાથી બજારનું મોરલ ખરડાયું હતું.
BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ નેસ્લે ઈન્ડિયાના શેર ૦.૯૬% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે સવારે વધીને ટ્રેડ થઈ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મારુતિ, એચસીએલ ટેકનો, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, આઈટીસી, અલ્ટ્રાકેમ્કો, ટાઈટન અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં ઈન્ડસઈન્ડ બેન્કના શેર સૌથી વધુ ૧.૩૯% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.આ ઉપરાંત ઘટીને ટ્રેડ થઈ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ફોસિસ, ટીસીએસ, પાવરગ્રીડ, એનટીપીસી, બજાજ ફિનસર્વ અને વિપ્રોનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ડિવિ લેબના શેર સૌથી વધુ ૨.૬૦%વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અપોલો હોસ્પિટલ, બ્રિયાનીયા, અદાણી એન્ટરપ્રાઈઝિસ અને સિપ્લાનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેર ૧.૫૦% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતો.આ ઉપરાંત આજે સવારે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહેલા અન્ય શેરોમાં એચડીએફસી લાઈફ, હિન્દાલ્કો, ઓએનજીસી અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૮૪ અને વધનારની સંખ્યા ૧૭૪૦ રહી હતી,૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. માર્ચ ત્રિમાસિકના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી) વૃદ્ધિના આંકડા પ્રોત્સાહક આવ્યા બાદ સમાપ્ત થયેલા મે મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ૩૧ મહિનાની ટોચે જોવા મળતા દેશના અર્થતંત્રમાં રિકવરી મજબૂત હોવાના સંકેત મળી રહ્યા છે. માર્ચ ત્રિમાસિક ઉપરાંત ગયા સંપૂર્ણ નાણાં વર્ષ માટે પણ દેશનો આર્થિક વિકાસ દર અંદાજ કરતા ઊંચો રહ્યો છે. એશિયા વિસ્તારમાં મેના ટોચના પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ)માં ભારતનો ક્રમ પ્રથમ રહ્યો છે જ્યારે થાઈલેન્ડ બીજા ક્રમે છે. સમાપ્ત થયેલા મેમાં દેશનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ એપ્રિલના ૫૭.૨૦ની સરખામણીએ વધીને ૫૮.૭૦ સાથે ૩૧ મહિનાની ટોચે રહ્યો છે. નવા ઓર્ડર્સમાં નિકાસ ઓર્ડર્સને કારણે પણ વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય વેચાણમાં કંપનીઓએ ઝડપી વિસ્તરણ દર્શાવ્યું છે. માગને કારણે ફુગાવામાં વધારો નેગેટિવ માનવામાં આવે છે કારણ રે તેનાથી ખરીદ શક્તિ પર અસર પડે છે, જે અર્થતંત્ર માટે આગામી દિવસોમાં પડકારરૂપ બની શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.