રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૪.૦૬.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૩૧૪૩.૧૬ સામે ૬૩૧૧૫.૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૩૦૧૩.૫૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૦.૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૫.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૩૨૨૮.૫૧ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૭૭૬.૮૫ સામે ૧૮૭૫૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૭૫૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૧.૪૦ પોઈન્ટના ઘટાળા સાથે ૧૮૮૧૮.૨૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
બુધવારે મેટલ અને ઓઈલ-ગેસ શેરોની આગેવાનીમાં સ્થનિક શેરબજાર વધીને બંધ રહ્યું હતું.યૂએસ ફેડ વ્યાજદર વધારામાં પોઝ બટન અપનાવે તેવી શક્યતાને કારણે વિશ્વભરના બજારોમા સાવધ વલણ જોવા મળી રહ્યું છે.યૂએસ ફેડના આજના નિર્ણય બાદ બજારોની ચોક્કસ દિશા નક્કી થાય તેવી સંભાવના છે.મેટલ શેરોની આગેવાનીમાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. દેશમાં મે મહીનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત મોંઘવારીનો દર પણ ત્રણ વર્ષની નીચી સપાટીએ આવી ગયો હોવાથી રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો. મે મહિનામાં WPIમાં ૩.૪૮%નો નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો.
BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ ૨.૪૮%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, પાવરગ્રીડ, રિલાયન્સ, અલ્ટ્રાકેમ્કો, એનટીપીસી, નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યૂનિલિવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો અને કોટક બેન્કનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં બજાજ ફાઈનાન્સના શેરોમાં સૌથી વધુ ૦.૯૯%નો ઘટાડો નોંધાયો હતો.આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફિનસર્વ અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ટાટા કન્ઝ્યૂમરના શેરોમાં સૌથી વધુ ૫.૧૭%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ગ્રાસિમ, જેએસડબલ્યૂ સ્ટીલ, ટાટા સ્ટીલ અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ ઈન્ડસઈન્ડના શેરમાં ૧.૦૬%નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક અને હિરો મોટોકોર્પનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૫ અને વધનારની સંખ્યા ૧૯૪૧ રહી હતી,૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૨૦%અને ૦.૪૨% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા…. ચાઈનાએ તેના અર્થતંત્રને રિકવરીની પટરી પર લાવવા અન્ય કોઈ વિકલ્પ નહીં રહી સ્ટીમ્યુલસ પેકેજ અને વ્યાજ દરમાં ઘટાડાનો જ આશરો લેવો પડતાં ચાઈના પાછળ વૈશ્વિક બજારોમાં ઝડપી રિકવરી આવી હતી. ચાઈનાના ટૂંકી મુદ્દતના વ્યાજ દરમાં ઘટાડા બાદ હવે યુ.એસ. ફેડરલ રિઝર્વ, યુરોપીય સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઈંગ્લેન્ડ સહિતની મીટિંગ યોજાનારી હોઈ આગામી દિવસોમાં વ્યાજ દર વધારાનું સાઈકલ અટકવાની અહેવાલો વચ્ચે ફંડોએ શેરોમાં સાર્વત્રિક તેજી કરી શકે છે. હવે ચોમાસાની તૈયારી વચ્ચે હવામાન ખાતાના સામાન્ય સારા ચોમાસાની આગાહી મુજબ શરૂઆતના સંજોગોમાં નવું પોઝિટીવ પરિબળ આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફટી સ્પોટ તેજી જોવાઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.