રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૬.૦૬.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૭૮૭.૪૭ સામે ૬૨૭૩૮.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૨૫૫૪.૨૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૩.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫.૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૭૯૨.૮૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૬૯૬.૬૫ સામે ૧૮૬૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૬૦૫.૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૫.૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩.૭૦ પોઈન્ટના ઘટાળા સાથે ૧૮૬૭૨.૯૫ પોઈન્ટ આસપાસ ઘટાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં વ્યાજદર વધારાનું ચક્ર અટકવાની આશા સાથે ભારતીય શેરબજાર આજે ભારે ઉતાર-ચઢાવ બાદ ફ્લેટ બંધ રહ્યું હતું. આજે સાંકડી વધઘટ વચ્ચે બીએસઈ સેન્સેક્સ ૫ પોઈન્ટ વધીને ફ્લેટ બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી ૧૮૭૦૦ ની નીચે બંધ રહ્યો હતો. આજે આઈટી અને ટેકનો શેરોની ધૂમ વેચવાલી વચ્ચે ઓટો શેર્સ અડિખમ રહ્યા હતા. ઘરઆંગણે મજબૂત ડેટાને પગલે ભારતીય શેરબજાર મક્કમ જણાતું હતું.આજે સવારે આઈટી અને ટેકનો શેરોમાં ભારે વેચવાલીથી નીચે ખુલ્યા બાદ દિવસભરના ઉતાર-ચઢાવ બાદ બજાર પોઝિટિવ ઝોનમાં આવ્યું હતું.
BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ અલ્ટ્રાકેમ્કોના શેરોમાં સૌથી વધુ ૩.૧૩%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં કોટક બેન્ક, મારુતિ, ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઈટન અને એનટીપીસીનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ ૧.૯૦% નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, આઈસીઆઈસીઆઈ બેન્ક અને નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ અલ્ટ્રાકેમ્કોના શેરોમાં સૌથી વધુ ૩.૦૧% નો ઉછાળો જોવા મળ્યો હતો.આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ડિવિસ લેબ, કોટક બેન્ક, એક્સિસ બેન્ક અને ગ્રાસિમનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ ટેક મહિન્દ્રાના શેરમાં ૨.૦૮%નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ફોસિસ, ટીસીએસ, ઓએનજીસી અને વિપ્રોનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૪૬ અને વધનારની સંખ્યા ૧૯૮૬ રહી હતી,૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૨૯% અને ૦.૪૨%વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતની સીઝન અનેક કંપનીઓના પ્રોત્સાહક પરિણામો સાથે પૂરી થવાની તૈયારીમાં છે.મે મહિનામાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની રૂ.૪૪,૬૦૦ કરોડથી વધુ ચોખ્ખી ખરીદી બાદ હવે જૂન મહિનામાં લોકલ ફંડોની શેરોમાં નેટ ખરીદી થવા લાગી છે, આમ ફોરેન ફંડો બાદ લોકલ ફંડોએ બજારના તેજીના ચક્રને ગતિમાન રાખ્યું છે.સ્મોલ, મિડ કેપ શેરોમાં જૂન મહિનો જાણે તો તેજીનો બની રહેવાનો હોય એમ વ્યાપક તેજી જોવાઈ રહી છે.સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં ફંડોનું દરેક લેવલે રોકાણ આકર્ષણ વધતું જોવાઈ રહ્યું છે. જેને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં રી-રેટીંગ સાથે ફંડોનું વેલ્યુબાઈંગ વધવાની પૂરી શકયતા છે. હવે ચોમાસાની તૈયારી વચ્ચે હવામાન ખાતાના સામાન્ય સારા ચોમાસાની આગાહી મુજબ શરૂઆતના સંજોગોમાં નવું પોઝિટીવ પરિબળ આગામી દિવસોમાં જોવાઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.