(GNS),31
ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિક બનાવવા માટે પ્રોડ્યુસર લવ રંજન તૈયારી કરી રહ્યા છે. ફિલ્મ ફ્લોર પર પહોંચે તે પહેલા ડાયરેક્ટર અને લીડ એક્ટરના નામ અંગે અટકળો વહેતી થઈ ગઈ છે. પ્રોડ્યુસર તરફથી આ અંગે ઓફિશિયલ કન્મફર્મેશન અપાયું નથી, પરંતુ સોર્સીસના જણાવ્યા મુજબ લીડ રોલ માટે આયુષ્માન ખુરાના અને કાર્તિક આર્યનમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે. સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંત અથવા વિક્રમ મોટવાણે સૌરવ ગાંગુલીની બાપોપિકને ડાયરેક્ટ કરે તેવી શક્યતા હતી.
જો કે આ મામલે પ્રોડ્યુસર્સની મોટવાણે સાથે કોઈ બેઠક થઈ નથી. વિક્રમ મોટવાણેના નામ અંગે વિચારણા જરૂર ચાલી રહી છે. ઐશ્વર્યા રજનીકાંતને ડાયરેક્શન સોંપાય તેવી કોઈ શક્યતા હાલ જણાતી નથી. ફિલ્મમાં કાસ્ટિંગની વાત કરીએ તો, આયુષ્માન ખુરાનાને લેવાય તેવી શક્યતા છે. બીજી બાજુ કાર્તિક આર્યન પણ મજબૂત દાવેદાર છે. પ્રોડ્યુસર લવ રંજનની ખૂબ નિકટ હોવા ઉપરાંત કાર્તિક ક્રિકેટનો ચાહક છે. વળી, ડાયરેક્ટર અને એક્ટર્સની પસંદગી ફાઈનલ થાય તે પહેલાં સ્ક્રિનપ્લે માટે સૌરવ ગાંગુલી સાથે પણ બેઠક બાકી છે. સૌરવ ગાંગુલી હાલ બીસીસીઆઈના કાર્યક્રમોમાં બિઝી છે. સૌરવ સાથે મુલાકાત બાદ બાયોપિકની શરૂઆત કઈ રીતે કરવી તેનો નિર્ણય થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.