Home મનોરંજન - Entertainment યુટ્યુબ પર ‘આદિપુરુષ’નું ગીત ‘રામ સિયા રામ’ ગીત નંબર વન ટ્રેન્ડ

યુટ્યુબ પર ‘આદિપુરુષ’નું ગીત ‘રામ સિયા રામ’ ગીત નંબર વન ટ્રેન્ડ

32
0

(GNS),30

કૃતિ સેનન અને પ્રભાસ અભિનીત ફિલ્મ આદિપુરુષનું બીજું ગીત ‘રામ સિયા રામ’ સોમવારે યુ ટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણની અને સની સિંહ લક્ષ્મણની ભૂમિકા નિભાવી રહ્યા છે. આદિપુરુષનું ‘રામ સિયા રામ’ ગીતમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાની પ્રેમ કહાની દર્શાવવામાં આવી છે. ગીતમાં રામ અને સીતાનાં પ્રેમથી માંડીને વિરહ સુધીનાં દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. ગીતને આ લખાય છે ત્યાં સુધી લગભગ દસ મિલિયન વ્યુ મળી ચૂક્યા છે. મનોજ મુંતશિર લિખિત આ ગીતને સચેત-પરંપરા (સચેત ટંડન અને પરંપરા ઠાકુર)ની જોડીએ અને સંગીત પણ તેમનું જ છે. ગીતને ફિલ્મની લીડ સ્ટાર પ્રભાસ અને કૃતિ પર ફિલ્માવવામાં આવ્યું છે. ગીતને પાંચ ભાષા-હિન્દી, તેલુગુ, તામિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું છે.

કૃતિ સેનને પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા ગીત રિલીઝની માહિતી આપી હતી. વિડીયો શેર કરતા તેણે લખ્યું છે, “આદિપુરુષની આત્મા રામ સિયારામ”. ફિલ્મ 16 જૂનનાં રોજ રિલીઝ થઈ રહી છે. આ ગીત પર ફેન્સની સકારાત્મક પ્રતિક્રિયા આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘શ્રી રામના રૂપમાં પ્રભાસ અને સીતાજીનાં રૂપમાં કૃતિ પરફેક્ટ મેચ છે.’ એક અન્ય યુઝરે લખ્યું, “પવિત્રતા અને ખૂબસુરતી આંખોમાં ઝલકાઈ રહી છે. શાનદાર ગીત.”

યુટ્યુબ પર આ ગીત નંબર વન ટ્રેન્ડ થઈ રહ્યું છે. દરમિયાન, આ ફિલ્મ અંગે મોટા સમાચાર જાણવા મળ્યા છે. મિડીયા અહેવાલો પ્રમાણે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થનારી આ ફિલ્મને ખરીદવા વિતરકોમાં હોડ જામી છે. તેલુગુ ભાષાની ફિલ્મનાં થિયેટ્રિકલ રાઇટ્સ આશરે રૂ. 170 કરોડમાં વેચાયા છે. હવે હિન્દી સહિતની બાકીની ભાષાઓનાં થિયેટ્રિકલ રાઇટ્સનાં બિઝનેસ પર પણ બધાંની નજર છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને લોકોએ ખૂબ વખાણ્યું હતું.

પ્રભાસ આદિપુરુષ સિવાયની બીજી ફિલ્મોને લઈને પણ ચર્ચામાં રહે છે. તેની પાસે બીજાં અનેક પ્રોજેક્ટ્સ છે. દિગ્દર્શક પ્રશાંત નીલની ફિલ્મ સાલાર ઉપરાંત સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરીટ પણ છે. દિગ્દર્શક ત્રિવિક્રમે પણ પોતાની આગામી ફિલ્મ માટે પ્રભાસનો એપ્રોચ કર્યો છે એવા સમાચાર છે. રામાયણની કહાની પર આધારિત અને ઓમ રાઉત દ્વાર દિગ્દર્શિત આ ફિલ્મ 16 જૂનનાં રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘સ્વતંત્ર વીર સાવરકર’ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું
Next articleસલમાન ખાનની ફિલ્મ ટાઇગર ૩ દિવાળી પર થશે રીલીઝ