Home મનોરંજન - Entertainment સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ૩ દિવાળી પર થશે રીલીઝ

સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ૩ દિવાળી પર થશે રીલીઝ

29
0

(GNS),30

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ભૂતકાળમાં રિલીઝ થયેલી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન વિશે પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જોકે, દર્શકોના મનમાં ખાસ સ્થાન બનાવી સ્કી નહીં. આ ફિલ્મ પછી સલમાન ટાઈગરની ફ્રેન્ચાઈઝી ફિલ્મમાં વ્યસ્ત થઈ ગયો હતો. તે જ સમયે, તાજેતરમાં જ અભિનેતાની આગામી ફિલ્મ ટાઇગર 3 વિશે અપડેટ આવ્યું છે. સુપરસ્ટાર સલમાન ખાને IIFA એવોર્ડ 2023ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેની ફિલ્મ ટાઇગર 3નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.

અભિનેતાએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે હું ટાઈગર (ટાઈગર 3)નું શૂટિંગ કરી રહ્યો હતો, જે હવે પૂર્ણ થઈ ગયું છે. હવે તમને દિવાળીના અવસર પર ટાઈગર જોવા મળશે, ઈન્શાઅલ્લાહ. અભિનેતાએ કહ્યું કે તે ખૂબ જ વ્યસ્ત શૂટ હતું, જોકે બધું ખૂબ સારું રહ્યું છે. કેટરીના કૈફ પણ સલમાન ખાન સાથે ટાઇગર 3માં જોવા મળશે. આ ફિલ્મ દિવાળીએ સિનેમાઘરોમાં જોવા મળશે. ટાઈગર 3 માં શાહરૂખ ખાનનો કેમિયો જોવા મળશે, જેની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા સલમાન ખાને શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ પઠાણમાં કેમિયો કર્યો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુટ્યુબ પર ‘આદિપુરુષ’નું ગીત ‘રામ સિયા રામ’ ગીત નંબર વન ટ્રેન્ડ
Next articleઈજામાંથી સ્વસ્થ થઈને પુનરાગમન માટે સજ્જ થઈ રહ્યો છે જસપ્રિત બુમરાહ