રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૩૦.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૮૪૬.૩૮ સામે ૬૨૮૩૯.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૨૭૩૭.૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૮.૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૨.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૯૬૯.૧૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૬૭૩.૭૦ સામે ૧૮૬૬૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૬૫૪.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૮.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૭૧૩.૦૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજાર સતત ચોથા સેશનમાં વધીને બંધ રહ્યું હતું. વિદેશી ફંડોની ભારે લેવાલીથી બીએસઈ સેન્સેક્સ આજે ૧૨૩ પોઈન્ટ્સ વધ્યો હતો જ્યારે એનએસઈ નિફ્ટી ૧૮૭૦૦ની ઉપર બંધ રહ્યો હતો.ITCના શેર આજે ૨.૩૨% વધીને બંધ રહ્યા હતા.
BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ITCના શેરોમાં સૌથી વધુ ૨.૩૪% નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફિનસર્વ, કોટક બેન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, એચસીએલ ટેક, વિપ્રો, અલ્ટ્રાકેમ્કો અને મારુતિનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ ૧.૨૯%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા,સન ફાર્મા, નેસ્લે ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, એસબીઆઈ, ટાઈટન, ટાટા મોટર્સ, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટીસીએસનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ આઈટીસીના શેરોમાં સૌથી વધુ ૨.૩૫%નો ઉછાળો જોવા મળ્યો હતો.
આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચડીએફસી લાઈફ, બજાજ ફિનસર્વ, કોટક બેન્ક અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ હિન્દાલ્કોના શેરમાં ૧.૪૯% નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા અને ડો. રેડીઝ લેબનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૯૬ અને વધનારની સંખ્યા ૧૬૯૯ રહી હતી,૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૧૬% અને ૦.૨૨% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો ચાઈનાની ઔદ્યોગિક અને આર્થિક વૃદ્વિ ફરી મંદ પડવા લાગતાં અને જર્મની મંદીમાં સરી પડયું હોવાના આંકડાના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર માટે ફરી મંદી સાથે ફુગાવાના પડકારાને લઈ ચિંતા વધી છે. અમેરિકામાં સપ્તાહના અંતે ફુગાવો વધી આવતાં જૂનમાં ફરી વ્યાજ દરમાં વધારો થવાની શકયતા વધી છે. જ્યારે આ અનિશ્ચિતતાઓ, પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્ર ઝડપી વિકાસના પંથે આગળ વધી રહ્યાના અને આગામી વર્ષોમાં પણ આ વૃદ્વિ જળવાઈ રહેવાની અપેક્ષાએ ફોરેન ફંડોનું રોકાણ આકર્ષણ વધી રહ્યું છે.કોર્પોરેટ પરિણામો માર્ચના અંતના અપેક્ષાથી અનેક કંપનીઓના સારા જાહેર થઈ રહ્યા હોઈ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.આગામી દિવસોમાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની શકયતા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.