રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૬.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૮૭૨.૬૨ સામે ૬૧૯૮૫.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૯૧૧.૬૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૧૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૨૯.૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૫૦૧.૬૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૪૨૦.૨૫ સામે ૧૮૪૪૦.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૪૧૯.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૧.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૩.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૫૭૩.૩૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શુક્રવારે ભારતીય શેરબજારમાં એક સાથે અનેક પોઝિટિવ બાબતોના સુભગ સમન્વય સધાતા તોફાની તેજી જોવા મળી હતી. ગ્લોબલ માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડ, વિદેશી ફંડોની ફરી શરુ થયેલી લેવાલી, રિલાયન્સ જેવા હેવીવેઈટ શેરોમાં લેવાલીને કારણે બીએસઈ સેન્સેક્સ આજે ૬૨૯ પોઈન્ટસ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૮૫૦૦ ની નજીક બંધ રહ્યો હતો. રિલાયન્સના શેરમા આજે ૩%ની તેજી જોવા મળી હતી. આજે બીએસઈમાં પાવર શેરોને બાદ કરતા સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી.
BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ રિલાયન્સના શેરોમાં સૌથી વધુ ૨.૮૫% નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં સન ફાર્મા, એચસીએલ ટેકનો, હિન્દુસ્તાન યૂનિલિવર, વિપ્રો, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાકેમ્કો, ટાટા સ્ટીલ અને ટાઈટનનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે ભારતી એરટેલ શેરોમાં સૌથી વધુ ૧.૬૧% નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં પાવરગ્રીડ અને એનટીપીસીનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ રિલાયન્સના શેરોમાં સૌથી વધુ ૨.૮૨% નો ઉછાળો જોવા મળ્યો હતો.આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં સન ફાર્મા, હિન્દાલ્કો, હિન્દુસ્તાન યૂનિલિવર અને એચસીએલ ટેકનોનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ ઓએનજીસીના શેરમાં ૧.૨૦% નો ઘટાડો નોંધાયો હતો.આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ગ્રાસિમ, બજાજ ઓટો, ભારતી એરટેલ અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૨૨ અને વધનારની સંખ્યા ૧૯૬૯ રહી હતી,૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૮૨% અને ૦.૪૯%વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો સ્થાનિક સ્તરે હવે આગામી સપ્તાહમાં શેરબજારમાં આરંભમાં આંચકા અનુભવાશે, પરંતુ આ આંચકા ક્ષણિક કે ટૂંકાગાળાના નીવડી ફોરેન ફંડોની ખરીદી જળવાઈ રહેવાના સંજોગોમાં અને કોઈપણ આંતરરાષ્ટ્રીય મોટા નેગેટીવ પરિબળોની ગેરહાજરીમાં બજાર ફરી તેજીના પંથે આગળ વધતું જોવાશે. વૈશ્વિક અર્થતંત્ર પર હજુ મંદીનો ભય ઝળુંબી રહ્યો છે. અમેરિકામાં ડેટ સીલિંગ વધારવા મામલે પોઝિટીવ સંકેત છતાં હજુ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે. કર્ણાટક ચૂંટણીના પરિણામોમાં જનાદેશ સત્તા પરિવર્તનનો આવ્યો હવે કોંગ્રેસ ફરી સત્તારૂઢ થવાની ભારતીય બજારો પર ખાસ અસર જોવાઈ નથી. વૈશ્વિક પરિબળો અને ખાસ ચોમાસાનો આ વખતે વિલંબથી પ્રારંભ થવાના હવામાન ખાતાના અંદાજોના રીપોર્ટના પગલે સેન્ટીમેન્ટ ડહોળાય શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.