Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૮૦૮૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૮૦૮૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૨.૦૫.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૭૨૯.૬૮ સામે ૬૧૫૭૯.૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૫૭૯.૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૪.૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૯૬૩.૬૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૨૨૫.૪૦ સામે ૧૮૨૧૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૯૫.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૪.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૫.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૩૩૧.૩૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સોમવારે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. આઈટી, ફાર્મા, ટેકનો, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, મેટલ, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલીથી શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. અમેરિકામાં ડેટ સીલિંગ અંગેની ચર્ચા શરુ થતા અગાઉ ભારે લેવાલીથી ઘરેલૂ શેરબજારમાં તેજી જોવા મળી હતી.સવારે શેરબજાર નીચે ગેપમાં ખુલીને ગ્રીન ઝોનમાં આવી ગયું હતું અને દિવસ દરમિયાન સતત તેમા લેવાલી જળવાઈ રહી હતી. અદાણી ગ્રુપ કંપનીઓના શેરમાં પણ આજે ભારે લેવાલી જોવા મળી હતી.અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૨૦% અને અદાણી પોર્ટ્સમાં ૬%ની તેજી જોવા મળી હતી.

BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ટેક મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૩.૧૩%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં વિપ્રો, ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેકનો, લાર્સન એન્ડ ટુબ્રો અને આઈટીસીનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે નેસ્લે ઈન્ડિયાના શેરોમાં સૌથી વધુ ૧.૧૫% નો ઘટાડો નોંધાયો હતો.આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.

NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસ શેરોમાં સૌથી વધુ ૧૯.૫૫ નો ઉછાળો જોવા મળ્યો હતો.આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ, ડિવિસ લેબ, અપોલો હોસ્પટિલ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ હિરો મોટોકોર્પના શેરમાં ૦.૮૧% નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એક્સિસ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, આઈશર મોટર્સ અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૫ અને વધનારની સંખ્યા ૧૭૭૨ રહી હતી,૧૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૬૪% અને ૦.૪૨% વધીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા….મિત્રો વૈશ્વિક અર્થતંત્ર પર હજુ મંદીનો ભય ઝળુંબી રહ્યો છે. અમેરિકામાં ડેટ સીલિંગ વધારવા મામલે પોઝિટીવ સંકેત છતાં હજુ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે. કર્ણાટક ચૂંટણીના પરિણામોમાં જનાદેશ સત્તા પરિવર્તનનો  આવ્યો હવે કોંગ્રેસ ફરી સત્તારૂઢ થવાની ભારતીય બજારો પર ખાસ અસર જોવાઈ નથી. વૈશ્વિક પરિબળો અને ખાસ ચોમાસાનો આ વખતે વિલંબથી પ્રારંભ થવાના હવામાન ખાતાના અંદાજોના રીપોર્ટના પગલે સેન્ટીમેન્ટ ડહોળાયું છે. ગત સપ્તાહના આરંભમાં બજારમાં મજબૂતી જોવાયા બાદ ચોમાસા બાબતે નિરાશાજનક અહેવાલે સળંગ ત્રણ દિવસ બજારે નરમાઈ બતાવી શેરોમાં ખાસ લોકલ ફંડોનું ઓફલોડિંગ થતું જોવાયું હતું. પરંતુ સપ્તાહના અંતે વૈશ્વિક બજારોમાં ઝડપી રિકવરી અને અમેરિકામાં ડેટ સીલિંગ વધારવાનું કોકડું ઉકેલાઈ જવાના આશાવાદ સાથે કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતની સીઝન એકંદર પ્રોત્સાહક નીવડી રહી હોઈ બજાર નેગેટીવ ઝોનમાંથી યુ-ટર્ન લઈ પોઝિટીવ ઝોનમાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહેલ્મેટ પહેરી રહ્યા છો, પરંતુ તેને પહેરવાની રીત ખોટી છે, તો તમારું ચલણ કપાઈ શકે
Next articleપ્રિયા અહૂજાએ ખોલી ‘તારક મહેતા….’શો મેકર્સના આરોપોની પોલ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.