(GNS),22
હાલમાં જ 2000 ની નોટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેના માટે ભારત સરકાર દ્વારા નોટો જમા કરાવવા માટે પુરતો સમય પણ આપવામાં આવ્યો છે. જોકે, અચાનક 2 હજારની ગુલાબી નોટો કેમ બંધ કરી દેવામાં આવી એ સવાલ દરેકના મનમાં છે. ત્યારે આ સમગ્ર મામલે આરબીઆઈનું મોટું નિવેદન સામે આવ્યું છે. 2 હજારની નોટો પર પ્રતિબંધ બાદ આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું છેકે, આખરે કેમ સરકાર પર ખેંચી રહી છે 2 હજારની નોટો.
આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છેકે, સરકારે જૂની નોટો બદલવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. નોટ બદલવાની પ્રક્રિયા એકદમ સરળ અને સામાન્ય રહશે. નોટ બદલવામાં ધક્કા મુક્કીની જરૂર નથી. સરકારે નોટો બદલવા માટે 4 મહિનાનો સમય આપ્યો છે. આટલો સમય પુરતો છે. આરામથી નોટો બદલાઈ જશે. નોટ બદલવાની પ્રક્રિયા સામાન્ય રહેશે. દરેક સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે. કોઈએ હેરાન કે પરેશાન થવાની જરૂર નથી.
આરબીઆઈ ગર્વનરે જણાવ્યુંકે, આપણી પાસે બીજી નોટ પર્યાપ્ત માત્રામાં છે. લોકોએ કોઈપણ પ્રકારની અફરાતફરી કરવાની જરૂર નથી. 2 હજારની નોટ લાવવાનો ઉદ્દેશ્ય પુરો થઈ ગયો છે. દરેક મુશ્કેલીઓનો ઉકેલ લાવીશું. પરિસ્થિતિનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. કોઈએ પણ સહેજ પણ ચિંતા કરવાની કે અફરાતરફી કરવાની જરૂર નથી. દરેકે અફવાઓથી પણ દૂર રહેવું. આગળ જતા લીગલ ટેન્ડર તરીકે 2000 ની નોટ યથાવત રહેશે. અત્યારે સરકારે ક્લીન નોટ પોલિસ અંતર્ગત નોટો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. 2000 ની નોટો બદલવા માટે સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જોકે, લીગલ ટેન્ડરવાળી વાતમાં વિગતવાર સ્પષ્ટતા નથી કરવામાં આવી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.