Home ગુજરાત ગાંધીનગર ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વ માં...

ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વ માં રાજ્ય મંત્રી મંડળ ના મંત્રીઓએ એસ ટી ની વોલ્વો બસ માં સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું હતુ

64
0

(G.N.S)

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન માં એક પ્રશસ્ય પ્રયોગ

ગાંધીનગર,

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય ના પ્રશાસનિક તંત્ર ને જન સેવા માટે વધુ લોકાભિમુખ બનાવવા ના અભિનવ વિચાર સાથે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ માં ૨૦૦૩ થી શરુ કરેલી ચિંતન શિબિર ની આ ૧૦ મી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર માં શરૂ થઈ રહી છે.

આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સૌ મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને રાજ્ય સરકાર ના વરિષ્ઠ સચિવો તથા જિલ્લાઓ ના કલેકટર , જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહન ને બદલે એસ ટી ની વોલ્વો બસમાં સહપ્રવાસી બનીને ગાંધીનગર તેમજ અલગ અલગ સ્થળોએ થી રવાના થયા હતા.

ગાંધીનગરથી મંત્રી મંડળ નિવાસ સંકુલ ના કોમ્યુનિટી સેન્ટર ખાતે થી મુખ્ય મંત્રીશ્રી અને મંત્રીઓ માટે એક વોલ્વો ઉપરાંત મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવો માટે ૪ વોલ્વો, ઉત્તર ગુજરાત ના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કિટ હાઉસ થી તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરત થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે રાજકોટ થી એમ સમગ્રતયા
૯ વોલ્વો બસ મારફતે ૨૧૮ જેટલા લોકો બપોરે એકતા નગર પહોંચયા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપશ્ચિમ બંગાળમાં ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ પર લાગેલા પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે હટાવ્યો
Next articleઆરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રવિવારે વડોદરામાં રૂ. ૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું લોકાર્પણ કરશે