રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૭.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૯૩૨.૪૭ સામે ૬૧૯૩૨.૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૩૪૦.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૩૯.૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૧.૮૩ પોઈન્ટના ઘટાળા સાથે ૬૧૫૬૦.૬૪ પોઈન્ટ ઘટાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૩૨૮.૪૦ સામે ૧૯૩૧૫.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૫૭.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૦.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૩.૯૦ પોઈન્ટના ઘટાળા સાથે ૧૮૨૨૪.૫૦ પોઈન્ટ આસપાસ ઘટાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટમાં સુધારા અને પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામો પાછળ ભારતીય શેર બજારોમાં આરંભમાં આઈટી, હેલ્થકેર, બેંકિંગ શેરોમાં મજબૂતી પાછળ ટ્રેડીંગની શરૂઆત સુધારાથી થયા બાદ એચડીએફસી ટ્વિન્સ એક્સ-ડિવિડન્ડ થતાં અને રિલાયન્સ, ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની બપોરે મોટી વેચવાલી નીકળતાં ઈન્ડેક્સ બેઝડ સુધારો ધોવાઈ બજાર નેગેટીવ ઝોનમાં આવી ગયું હતું. અમેરિકામાં ડેટ સિલિંગની ચિંતાઓ વચ્ચે વૈશ્વિક બજારોમાં જોવા મળેલી નરમાઈને કારણે ઘરેલૂ શેરબજારમાં બુધવારે પણ રોકાણકારોએ આંશિક પ્રોફિટ બુક કર્યો હતો. સેન્સેક્સ, નિફટી બેઝડ આરંભિક તેજી બાદ પેનીક થતાં ફંડો, ખેલંદાઓની સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પણ આરંભિક લેવાલી બાદ નફારૂપી વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવમાંથી નેગેટીવ બની હતી.
BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૧.૧૦%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, ભારતી એરટેલ,મારુતિ, અલ્ટ્રાકેમ્કો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એસબીઆઈનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે કોટક બેન્કના શેરોમાં સૌથી વધુ ૧.૮૦% ટકાનો ઘટાડો નોંધાયો હતો.આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ અને એચસીએલ ટેકનોનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ હીરો મોટોકોર્પ શેરોમાં સૌથી વધુ ૧.૩૪%નો ઉછાળો જોવા મળ્યો હતો.આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, ઈન્ડસઈન્ડ, યૂપીએલ અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ કોટક બેન્કના શેરમાં ૧.૯૫% નો ઘટાડો નોંધાયો હતો.આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અપોલો હોસ્પિટલ, એસબીઆઈ, ટીસીએસ અને એચસીએલ ટેકનોનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૮૫ અને વધનારની સંખ્યા ૧૭૦૩ રહી હતી,૧૩૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૧૬% ઘટીને અને ૦.૨૫% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો વૈશ્વિક મોરચે અમેરિકાની ડેટ સીલિંગમાં વધારા મામલે મહત્વની બેઠક પર નજર અને અમેરિકા, ચાઈનાના વણસતાં સંબંધ અને ચાઈનામાં ઔદ્યોગિક વૃદ્વિના આંકડા અપેક્ષાથી નબળા આવતાં અને યુવાઓની રેકોર્ડ બેરોજગારી સહિતના નેગેટીવ પરિબળોની સાથે ભારતમાં આકરાં ઉનાળા બાદ હવે આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત મોડી થવાના અહેવાલોની મોટી અસર પર બજારની નઝર રહેશે. કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતની સીઝન એકંદર પ્રોત્સાહક પરિણામોની પૂરવાર થઈ રહી હોઈ અને અમેરિકા, યુરોપના દેશોમાં અત્યારે અનિશ્ચિતતાની આર્થિક સ્થિતિને લઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ભારતીય શેર બજારોમાં રોકાણ આકર્ષણ સતત વધી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.