(G.N.S) Dt. 17
ગાંધીનગર,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પાટનગર ગાંધીનગરના બાયપાસ રોડ તરીકે ઉપયોગમાં લેવાતા પાલજ-બાસણ-શાહપૂર રોડના મજબૂતીકરણ માટે ર૪.૪૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ પાલજ-બાસણ-શાહપૂર માર્ગ પર ભારે વાહનોનો ટ્રાફિક રહે છે તે સંદર્ભમાં આ માર્ગના મજબૂતીકરણ માટેની દરખાસ્ત માર્ગ-મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગ-મકાન વિભાગનો હવાલો પણ ધરાવે છે અને તેમણે રૂ. ર૪.૪૭ કરોડની દરખાસ્તને અનુમોદન આપતાં આ માર્ગના મજબૂતીકરણનું કામ હવે હાથ ધરી શકાશે.
આ રસ્તાનું મજબૂતીકરણ થવાને પરિણામે પાલજ-બાસણ જેવા ગાંધીનગર સાથે જોડાયેલા ગામો તેમજ આઇ.આઇ.ટી ગાંધીનગર માટે સુવિધાયુકત કનેક્ટિવીટી ઉપલબ્ધ થશે.
એટલું જ નહિ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓ તરફથી આવતા વાહનોને ગિફટ સિટી જવા માટે તથા ગાંધીનગર બાયપાસ કરવા માટે સરળ અને સારો રસ્તો મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.