રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૦૨૭.૯૦ સામે ૬૨૧૫૭.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૯૫૦.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૧૨.૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૭.૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૩૪૫.૭૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૩૩.૪૦ સામે ૧૮૩૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૨૮૮.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૫.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૪.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૪૧૭.૫૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સ્થાનિક સ્તરે રિટેલ ઈન્ફ્લેશન બાદ ડબલ્યૂપીઆઈ ઈન્ફ્લેશનમાં ઘટાડા, કંપનીઓ અને ખાસ કરીને ટાટા મોટર્સ અને ડીએલએફના સારા પરિણામને પગલે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારોની ચાલથી વિપરિત સ્થાનિક શેરબજારમાં સોમવારે તેજી તરફી ચાલ જોવા મળી હતી. એપ્રિલના આંકડાએ નાણાં નીતિ બાબત રિઝર્વ બેન્કના વિશ્વાસને મજબૂત બનાવ્યો છે. એપ્રિલનો ફુગાવો ૪.૭૦% સાથે ૧૮ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. માર્ચ માસનો આ આંક ૫.૭૦% આવ્યો હતો. રિટેલ ફુગાવાને ૨% ઉપર નીચે સાથે ૪% પર રાખવાનો રિઝર્વ બેન્કને ટાર્ગેટ અપાયેલ છે.
બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ટાટા મોટર્સના શેરોમાં સૌથી વધુ ૨.૯૪% નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, આઈટીસી, હિન્દુસ્તાન યૂનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે મારુતિના શેરોમાં સૌથી વધુ ૦.૮૬%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટીસીએસ, સન ફાર્મા, બજાજ ફિનસર્વ, નેસ્લે ઈન્ડિયા અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.
એનએસઈ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ હીરો મોટોકોર્પના શેરોમાં સૌથી વધુ ૩.૦૪% નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, આઈટીસી, ટેક મહિન્દ્રા અને હિન્દાલ્કોનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૬.૯૩% નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં સિપ્લા, બીપીસીએલ, ગ્રાસિમ અને ડિવિસ લેબનો સમાવેશ થાય છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર, યુટિલિટીઝ, કોમોડિટીઝ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૦૨ અને વધનારની સંખ્યા ૧૮૫૬ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૯૬,૧૮૭ કરોડ વધીને રૂ.૨૭૮.૬૭ લાખ કરોડ રહ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.