રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૯૦૪.૫૨ સામે ૬૧૮૫૭.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૫૭૮.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૨.૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૩.૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૦૨૭.૯૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૫૩.૪૦ સામે ૧૮૨૯૮.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૨૧૫.૪૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૯.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૩૩૩.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજાર ચાલુ ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે વૈશ્વિક રાહે નીચે ગેપમાં ખુલ્યું હતું. સીપીઆઈ ફુગાવાના ડેટા જાહેર થતા અગાઉ શુક્રવારે સ્થાનિક શેરબજાર નરમાઈ જોવા મળી હતી. ત્યાર બાદ અમેરિકાના બજારો ગુરુવારે ઘટીને બંધ રહ્યા હતા અને તેને કારણે એશિયાના અન્ય બજારોમાં પણ સાવધ વલણ જોવા મળી રહ્યું છે. અમેરિકામાં ફુગાવાનું જોખમ ઘટી રહ્યાના અને હવે વ્યાજ દરોમાં નવો વધારો અટકવાના અમેરિકાના સંકેત અને ઘર આંગણે પણ કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ એપ્રિલમાં ઘટીને ૪.૮%ની ૧૮ મહિનાની નીચી સપાટીએ આવવાના અંદાજોએ આર્થિક વિકાસ પર સરકારનું ફોક્સ વધવાના અંદાજોએ ફોરેન ફંડોએ શેરોમાં તેજી કરી હતી.
ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી સામે આજે આરંભમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક આક્રમક ખરીદીએ ભાવોમાં મોટી તેજી જોવાયા બાદ અંતે ઘણાં શેરોમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨૭.૦૦ હજાર કરોડ વધીને રૂ.૨૭૭.૭૦ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, બેન્કેક્સ, ફાઈનાન્શિયલ સર્વિસીસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર કિસ્ક્રીશનરી અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૨૪ અને વધનારની સંખ્યા ૧૫૯૨ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક બજારો અત્યારે અસાધારણ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યા છે. ફુગાવાને અંકુશમાં લેવાની કવાયતમાં વ્યાજ દરોમાં સતત વધારો કરવાનું અમેરિકી અને યુરોપીય સેન્ટ્રલ બેંકોએ ચાલુ રાખીને ગત સપ્તાહમાં કરેલા વધારાથી ફરી વૈશ્વિક અર્થતંત્ર માટે મંદીનું જોખમ વધ્યું છે. કોર્પોરેટ વિશ્વમાં અમેરિકા, યુરોપ માં બેંકિંગ કટોકટી વકરવાના અને નવી બેંકોના સંકટના સમાચારો તેમજ અમેરિકી સરકાર માટે ડેટ સીલિંગ આવી જતાં બિલ ચૂકવણીની ૧,જૂન પછી અસમર્થતાના અહેવાલે વિશ્વાસની કટોકટીને લઈ વૈશ્વિક અર્થતંત્ર અને બજારો માટે અસ્થિરતાનું જોખમ વધ્યું છે. આ પરિબળો વચ્ચે એડવાન્ટેજ ભારત હોય એમ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો ભારતમાં સ્થિતિ તુલનાત્મક રીતે ઘણી સારી હોવાથી ફરી ભારતીય બજારોમાં રોકાણનો મોટો પ્રવાહ વહેતો જોવાઈ રહ્યો છે. જ્યારે લોકલ ફંડોનું પ્રોફિટ બુકિંગ થવાના પરિણામે બજાર સપ્તાહ દરમિયાન અમુક આંચકા આપી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.