રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૦૫૪.૨૯ સામે ૬૧૧૬૬.૦૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૧૬૬.૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૮૮.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૦૯.૯૬ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૭૬૪.૨૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૨૯.૭૦ સામે ૧૮૧૬૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૪૭.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૭.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૦.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૩૧૦.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે સાર્વત્રિક લેવાલીના પરિણામે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. દલાલ સ્ટ્રીટમાં એફઆઈઆઈની ફરી લેવાલી, ક્રૂડના ભાવમાં ઘટાડા, સ્થાનિક કંપનીઓના સારા નાણાકીય પરિણામો જેવા પોઝિટિવ પરિબળોને પગલે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં આજે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ સાથે ઓટો, રિયલ્ટી, બેન્કેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને કંઝ્યુમર ડ્રિસ્કિશનરી શેરોમાં લેવાલીએ બીએસઈ સેન્સેક્સ ૭૦૯ પોઈન્ટ, જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૮૦ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૫.૦૮% ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, એચસીએલ ટેકનો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેન્ક, મારુતિ, કોટક બેન્ક અને એસબીઆઈનો સમાવેશ થાય છે, જયારે આજે સન ફાર્માના શેરોમાં સૌથી વધુ ૦.૮૭%નો ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૩૨ લાખ કરોડ વધીને રૂ.૨૭૬.૧૦ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૫ અને વધનારની સંખ્યા ૨૦૭૩ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના સતત પ્રવાહને કારણે શેરના ભાવમાં થયેલા વધારા વચ્ચે એપ્રિલમાં મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટીના ચોખ્ખા વેચાણકર્તા બન્યા હતા. ઊપલબ્ઘ ડેટા મુજબ એપ્રિલ માસમાં મ્યુચ્યુઅલ ફંડ્સે અંદાજીત રૂ.૫,૧૦૦ કરોડથી વધુના શેરનું વેચાણ કર્યું હતું, જે ફેબ્રુઆરી ૨૦૨૧ પછીનું સર્વોચ્ચ સ્તર છે. છેલ્લા બે વર્ષમાં આ બીજો મહિનો છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ માસિક ધોરણે નેટ સેલર બન્યા છે. એપ્રિલ પહેલાં, મ્યુચ્યુઅલ ફંડ્સ ઇક્વિટી ખરીદતા હતા અને જાન્યુઆરી – માર્ચ ૨૦૨૩માં, તેઓએ ચોખ્ખા રૂ.૫૫,૦૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. આ આંકડો ઓક્ટોબર – ડિસેમ્બર ૨૦૨૨ કરતા બમણો છે. સતત ખરીદીને કારણે માર્ચમાં કેટલાક ફંડ હાઉસ પાસે રોકડનું સ્તર ઘટયું હતું.
મ્યુચ્યુઅલ ફંડ્સ એવા સમયે વેચાણ કર્યું છે જ્યારે વિદેશી રોકાણકારો મોટા ભાગના કેલેન્ડર વર્ષ ૨૦૨૨ માટે નેટ સેલર બન્યા પછી તેમના વલણમાં ફેરફાર સૂચવે છે. તેઓએ એપ્રિલમાં સતત બીજા મહિને અંદાજીત રૂ.૧૦,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું હતું કારણ કે વિકસીત વિશ્વમાં નિયમનકારોએ બેન્કિંગ કટોકટીને કાબૂમાં લીધા હોવાથી જોખમની ભાવના સુધરી હતી. વિદેશી રોકાણકારોના મજબૂત નાણાપ્રવાહે એપ્રિલ માસમાં ભારતને ચાવીરૂપ વૈશ્વિક બજારોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બનવામાં મદદ કરી હતી. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.