Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૮૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૮૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૫.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૭૪૯.૨૫ સામે ૬૧૧૬૩.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૦૦૨.૧૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૮૩.૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૯૪.૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૦૫૪.૨૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૯૪.૬૫ સામે ૧૮૧૮૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૧૧૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૨.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૪.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૨૯.૭૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકા અને ચાઈનાના ઉત્પાદન ક્ષેત્રના આંકડા નબળા જાહેર થતાં અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૨૫ બેસિસ પોઈન્ટ એટલે કે ૦.૨૫% નો વધારો કરતા વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સાવચેતીમાં લોકલ ફંડો, ઈન્વેસ્ટરોએ નવી ખરીદીથી દૂર રહી તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. અમેરિકા, ચાઈનાના નબળા આંકડા સામે ભારતના સર્વિસિઝ ક્ષેત્રના એપ્રિલ મહિનામાં પ્રોત્સાહક ૧૩ વર્ષની ઊંચી સપાટીએ આવ્યા છતાં વૈશ્વિક મંદીના ફફડાટ અને ક્રુડ ઓઈલના ભાવમાં કડાકા વચ્ચે ફંડો દ્વારા સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી. યૂરોપિયન સેન્ટ્રલ બેન્કના રેટ હાઈક અને વૈશ્વિક બજારોની નરમાઈ અને યુએસ બેન્ક સંકટ જેવા પરિબળોથી ભારતીય શેરબજારનું મોરલ ખરડાયું હતું, ઉપરાંત મેટલ, ફાઈનાન્શિયલ, બેન્ક, આઈટી, ટેકનો અને એનર્જી શેરોમાં તીવ્ર વેચવાલીથી સ્થાનિક શેરબજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું.

બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ટાઈટનના શેરોમાં સૌથી વધુ ૨.૪૬% ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અલ્ટ્રાકેમ્કો, મારુતિ, નેસ્લે ઈન્ડિયા, આઈટીસી, લાર્સન એન્ડ ટુબ્રો અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે એચડીએફસી બેન્કના શેરોમાં સૌથી વધુ ૫.૮૦%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક અને બજાજ ફિનસર્વનો સમાવેશ થાય છે. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૩.૭૮ લાખ કરોડ રહ્યું હતું.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ આજે ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, કંઝ્યુમર ડ્રિસ્કિશનરી, એફએમસીજી, ઈન્ડસ્ટ્રિયલ્સ અને કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૪૦ અને વધનારની સંખ્યા ૧૭૪૭ રહી હતી, ૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો થવા છતાં, ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં અંદાજીત ૬.૫%ના દરે વૃદ્ધિ પામશે. તેવો અભિપ્રાય નીતિ આયોગ દ્વારા વ્યક્ત કર્યો છે. એક મત મુજબ અપેક્ષા નથી કે યુએસ અને યુરોપિયન બેન્કિંગ કટોકટીથી ભારતના નાણાકીય ક્ષેત્ર પર કોઈ અસર પડશે. તેથી છેલ્લા વર્ષમાં થયેલા તમામ ફેરફારોને કારણે, મેં ૨૦૨૩-૨૪ ભારતના આર્થિક વિકાસના અનુમાનમાં ૦.૫%નો ઘટાડો કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ૬.૫%ના દરે વૃદ્ધિ પામશે. તે ૦.૫% ઉપર અથવા નીચે હોઈ શકે છે. વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંકે તાજેતરમાં અનુમાન લગાવ્યું છે કે વપરાશમાં મંદી અને પડકારજનક બાહ્ય પરિસ્થિતિઓને કારણે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં ૬.૩% થી ૬.૪%ના દરે વૃદ્ધિ પામશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleRTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ બાળકોને પ્રવેશ અપાશે
Next articleબદરીનાથ હાઈવે પર ભયંકર દુર્ઘટના, શ્રદ્ધાળુઓની સામે ધડામ દઈને પડ્યો મોટો પહાડ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.