રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૧૯૩.૩૦ સામે ૬૧૨૫૮.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૧૧૯.૫૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૭૮.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૫.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૭૪૯.૨૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૪૯.૯૫ સામે ૧૮૧૧૯.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૧૩.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૨.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૪.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૨૯૪.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકા અને ચાઈનાના ઉત્પાદન ક્ષેત્રના આંકડા નબળા જાહેર થતાં અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૨૫ બેસિસ પોઈન્ટ એટલે કે ૦.૨૫% નો વધારો કરતા વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં શરૂઆતી તબક્કામાં સાવચેતીમાં જોવા મળી હતી, જો કે અમેરિકા, ચાઈનાના નબળા આંકડા સામે ભારતના ઉત્પાદન ક્ષેત્ર બાદ સર્વિસિઝ ક્ષેત્રના એપ્રિલ મહિનામાં પ્રોત્સાહક ૧૩ વર્ષની ઊંચી સપાટીએ આવતા ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
સ્થાનિક સ્તરે કંપનીઓના સારા પરિણામ અને ગ્રોથના આશાવાદ સાથે રૂપિયા સામે ડોલર નરમ પડ્યો હોવાથી મેટલ શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. જયારે યૂપીએલ, નેસ્લે ઈન્ડિયા, પાવરગ્રીડ અને આઈટીસીના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત ટેલિકોમ, બેન્ક, ફાઈનાન્શિયલ શેરોમાં સાર્વત્રિક લેવાલી નોંધાતા બીએસઈ સેનસેક્સ ૫૫૫ પોઈન્ટ, જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૪૪ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે બજાજ ફાઈનાન્સના શેરોમાં સૌથી વધુ ૩.૨૨% નો ઉછાળો જોવા મળ્યો હતો. જયારે ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૧.૨૧%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત એનએસઈ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરોમાં સૌથી વધુ ૪.૬૮%નો ઉછાળો જોવા મળ્યો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૩૫ લાખ કરોડ વધીને રૂ.૨૭૫.૧૭ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૭૮ અને વધનારની સંખ્યા ૨૨૪૪ રહી હતી, ૧૧૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, દેશમાં આર્થિક રિકવરીને પગલે સેવા માટેની માગમાં જોરદાર વધારો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. એપ્રિલમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છેલ્લા ૧૩ વર્ષની ઊંચી સપાટીએ રહી હોવાનું એક સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) એપ્રિલમાં વધી ૬૨ સાથે ૧૩ વર્ષની ઊંચી સપાટીએ રહ્યો હતો. માર્ચનો પીએમઆઈ ૫૭.૮૦ રહ્યો હતો. ગયા મહિને નવા ઓર્ડર તથા સેવામાં જોરદાર વધારો થયાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. સેવા માટે ઘરઆંગણે ઉપરાંત, વિદેશમાં પણ જોરદાર માગ રહી હતી. માગનું ચિત્ર સૂચવતો સબ-ઈન્ડેકસ ચાર મહિનાની ટોચે રહ્યો હતો.
વેપાર આશાવાદ પણ ડીસેમ્બર બાદ સૌથી ઊંચો રહ્યો છે. કાચા માલના ભાવનો ઈન્ડેકસ પણ ગયા મહિને વધી ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો જે માર્ચમાં અઢી માસની નીચી સપાટીએ જોવાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે, કે બે દિવસ પહેલા આવેલો દેશનો ઉત્પાદન ક્ષેત્રની પીએમઆઈ વધી ચાર મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો મળી સંયુકત ઈન્ડેકસ એપ્રિલમાં ૬૧.૬૦ રહ્યો છે જે જુલાઈ ૨૦૧૦ બાદ સૌથી ઊંચો છે. ફુગાવાના દબાણ તથા અર્થતંત્રમાં રિકવરીને જોતા રિઝર્વ બેન્ક હાલમાં રેપો રેટ ઘટાડવાને બદલે ઊંચી સપાટીએ જાળવી રાખવાનું પસંદ કરશે તેમ જણાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.