રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૩૫૪.૭૧ સામે ૬૧૨૭૪.૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૦૨૪.૪૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૨૫૦.૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૧.૪૧ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૧૯૩.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૧૩.૧૫ સામે ૧૮૧૫૪.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૧૦૦.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૯.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૩.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૪૯.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે યુએસ ફેડના વ્યાજદર વધારાના નિર્ણય પૂર્વે રોકાણકારોના સાવધ વલણને કારણે વૈશ્વિક રાહે આજે સ્થનિક શેરબજારમા પણ મંદી જોવા મળી હતી અને સતત આઠ સેશનના સુધારા પર બ્રેક વાગી હતી. આજે વૈશ્વિક રાહે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ હિન્દુસ્તાન યૂનિલિવરના શેરોમાં સૌથી વધુ ૧.૫૩% ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એશિયન પેઈન્ટ્સ, ટાટા મોટર્સ, અલ્ટ્રાકેમ્કો, આઈટીસી, નેસ્લે ઈન્ડિયા અને કોટક બેન્કનો સમાવેશ થાય છે. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે ભારતી એરટેલના શેરોમાં સૌથી વધુ ૧.૫૪%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક, મહિન્દ્રા, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, ટીસીએસ, સન ફાર્મા, રિલાયન્સ અને એસબીઆઈનો સમાવેશ થાય છે.
એનએસઈ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ હિન્દુસ્તાન યૂનિલિવરના શેરોમાં સૌથી વધુ ૧.૩૬%નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એશિયન પેઈન્ટ્સ, ટાટા મોટર્સ, અલ્ટ્રાકેમ્કો અને આઈટીસીનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૪.૪૨%નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, યૂપીએલ અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, રિયલ્ટી, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી, સર્વિસીસ, ઈન્ડસ્ટ્રિયલ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૭૭ અને વધનારની સંખ્યા ૧૭૨૦ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોર્પોરેટ ઈન્ડિયાના જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિક પરિણામોની સીઝન એકંદર પ્રોત્સાહક નીવડી બજારના સેન્ટીમેન્ટને તેજીમય બનાવ્યું છે. કંપની પરિણામોની સાથે આ વખતે ઊંચા ડિવિડન્ડ અને શેરોના બાયબેકની મોસમ પણ શરૂ થતાં શેરોમાં કરેકશન બાદ નવેસરથી ખરીદી વધવા લાગી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો જે ગત નાણાકીય વર્ષમાં વેચવાલ બન્યા હતા, એ એપ્રિલ મહિનામાં શેરોમાં મોટાપાયે ખરીદદાર બની રહ્યા છે, જેના પરિણામે ઈન્ડેક્સ બેઝડ ફંડોની સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી જોવા મળી રહી છે.
એશીયામાં ચાઈનાએ પણ સ્ટીમ્યુલસને બદલે આર્થિક સુધારા સાથે આર્થિક વિકાસ પર ફોક્સ કરીને અર્થતંત્રને કોવિડ પૂર્વેની સ્થિતિએ ધમધમતું કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જેને લઈ એશીયાના બજારોમાં તેજી તરફી માહોલ જોવા મળી શકે છે. જો કે મારા મતે દરેક ઉછાળે સાવચેતી યથાવત રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.