રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૧૧૨.૪૪ સામે ૬૧૩૦૧.૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૨૫૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૧.૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૨.૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૩૫૪.૭૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૧૧.૧૫ સામે ૧૮૧૮૦.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૮૦.૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૨.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૨૧૩.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે યુએસ ફેડના વ્યાજદર વધારાનો નિર્ણય આવતા અગાઉ આજે ભારતીય શેરબજારમાં ૨૪૨ પોઈન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિક કોર્પોરેટ્સમા પ્રોત્સાહક પરિણામને પગલે લેવાલી વધી હતી. સ્થાનિક શેરબજારમાં આજે ટેલીકોમ અને એફએમસીજી શેરોને બાદ કરતા તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. સેન્સેક્સ સતત આઠમાં સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ટેક મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૨.૯૨% ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એનટીપીસી, ટાટા સ્ટીલ, મારુતિ, ઈન્ફોસિસ, પાવરગ્રીડ, લાર્સન એન્ડ ટુબ્રો, એક્સિસ બેન્ક, ટાઈટન અને વિપ્રોનો સમાવેશ થાય છે.
બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સન ફાર્માના શેરોમાં સૌથી વધુ ૧.૪૩% નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અલ્ટ્રાકેમ્કો, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, કોટક બેન્ક, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ અને નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ થાય છે. એનએસઈ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ ઓએનજીસીના શેરોમાં સૌથી વધુ ૩.૩૭% નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, એચડીએફસી લાઈફ, એનટીપીસી અને હિન્દાલ્કોનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ હીરો મોટોકોર્પના શેરમાં ૨.૪૬%નો ઘટાડો નોંધાયો હતો.
ભારતીય શેરબજારમાં આજે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટને કારણે ભારે ઉતાર – ચઢાવ જોવા મળ્યા હતા અને મેટલ, પાવર, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ, આઈટી અને એનર્જી શેરોમાં લેવાલીએ બીએસઈ સેનસેક્સ ૨૪૨ પોઈન્ટ, જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૦૨ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન સામાન્ય વધીને રૂ.૨૭૧.૮૨ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૧૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૨ અને વધનારની સંખ્યા ૨૦૬૬ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિવિધ દેશોની રિઝર્વ – સેન્ટ્રલ બેંકો દ્વારા પાછલા દિવસોમાં ફુગાવા – મોંઘવારીને કાબૂમાં લેવા વ્યાજ દરોમાં તીવ્ર વધારાના આકરાં પગલાના પરિણામે આર્થિક વિકાસ રૂંધાવા લાગતાં અને કંપનીઓ દ્વારા વૈશ્વિક સ્તરે હજારો કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કરવાના પરિણામે પરિસ્થિતિ વણસતી જોવા મળી હતી તે, ફરી આર્થિક વિકાસ પર ફોક્સ કરવાનું શરૂ કરી દીધું છે. કોર્પોરેટ ઈન્ડિયાના જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિક પરિણામોની સીઝનની એકંદર પ્રોત્સાહક નીવડી બજારના સેન્ટીમેન્ટને તેજીમય બનાવ્યું છે.
કંપની પરિણામોની સાથે આ વખતે ઊંચા ડિવિડન્ડ અને શેરોના બાયબેકની મોસમ પણ શરૂ થતાં શેરોમાં કરેકશન બાદ નવેસરથી ખરીદી વધવા લાગી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો જે ગત નાણાકીય વર્ષમાં વેચવાલ બન્યા હતા, એ એપ્રિલ મહિનામાં શેરોમાં મોટાપાયે ખરીદદાર બની રહ્યા છે, જેના પરિણામે ઈન્ડેક્સ બેઝડ ફંડોની સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી જોવા મળી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.