રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૯૨૫.૨૮ સામે ૫૭૮૯૦.૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૪૨૨.૯૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૪૩.૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૮.૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૫૨૭.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૮૭.૫૦ સામે ૧૭૦૭૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૯૩૧.૯૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૭.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૨.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૯૫૫.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુ.એસ. ફેડરલ રિઝર્વની ઊંચા વ્યાજ દરોમાં વધારા વચ્ચે ૧૦ વર્ષિય યુ.એસ. ટ્રેઝરી બોન્ડ્સ પણ નવેમ્બર બાદથી પ્રથમ વખત ૪%ની ટોચ બનાવી લીધી હોવાનો સંકેત સાથે વૈશ્વિક સ્તરે વધી રહેલો ફુગાવો તેમજ યુ. એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ઊંચા વ્યાજ દરની નીતિ આગળ પણ જાળવશે એવા સંકેત વચ્ચે યુરોપના અન્ય દેશો પણ વ્યાજ દરમાં વધારો કરશે તેવા અહેવાલો સાથે યુક્રેન – રશિયા મામલે તંગદિલી ફરી વધતાં અમેરિકા સહિતના દેશોના આક્રમક વલણને લઈ સતત આર્થિક સ્થિતિ કથળી બની રહી હોઈ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શનને કારણે સપ્તાહના અંતે ફંડોની નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
વૈશ્વિક બેંકિંગ – ફાઈનાન્શિયલ બજારોમાં કટોકટી વકરતાં અને અસ્થિરતાને શાંત કરવાના પ્રયાસમાં હવે યુરોપમાં સ્વિટ્ઝરલેન્ડની ક્રેડિટ સૂઈસને ૩.૨૫ અબજ ડોલરમાં યુબીએસ દ્વારા ટેકઓવર કરવાના નિર્ણય છતાં ક્રેડિટ સ્વિસના ૧૭ અબજ ડોલરના બોન્ડસ ધારકોએ નુકશાન થવાના અહેવાલે વૈશ્વિક બોન્ડ્સ માર્કેટમાં કડાકા વચ્ચે વિશ્વાસની કટોકટી વચ્ચે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૪૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૪.૬૩ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, મેટલ, એનર્જી, સર્વિસીસ, કોમોડિટીઝ, ઈન્ડસ્ટ્રિયલ્સ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ અને કંઝ્યુમર ડિસ્ક્રિશનરી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૪૧ અને વધનારની સંખ્યા ૯૬૭ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, છેલ્લા દોઢ વર્ષમાં ઈક્વિટી બજારમાં ભારે વોલેટિલિટીની અસરથી દેશનો મ્યુચ્યુઅલ ફન્ડસ પણ બાકાત રહી શકયો નથી. મ્યુચ્યુઅલ ફન્ડો દેશમાં વેપાર વધારવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો ઉદ્યોગ માટે પડકારરૂપ બની રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડસ ઉદ્યોગમાં કુલ ૩૭ લાખ નવા રોકાણકારો ઉમેરાયા છે, જે ગયા નાણાં વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં એક કરોડ ઉમેરાયા હતા. પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પેન)ને આધારે નવા રોકાણકારોની ઉદ્યોગ દ્વારા ઓળખ કરવામાં આવે છે.
ઈક્વિટી સ્કીમ્સની ટૂંકા ગાળાની કામગીરીમાં નબળાઈને કારણે નવા રોકાણકારોનો ઉમેરો મંદ પડયો છે. રોકાણકારો સ્કીમની કામગીરીને જોઈને તેમાં જોડાતા હોય છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ્સની વર્તમાન નાણાં વર્ષની કામગીરી પર નજર નાખતા જણાય છે કે, પચાસ ટકા સ્કીમ્સમાં રોકાણકારોને નકારાત્મક વળતર મળ્યું છે, જ્યારે અંદાજે વીસ ટકા સ્કીમે પાંચ ટકાથી વધુ વળતર પૂરું પાડયું છે. શેરબજારોની નબળી કામગીરીને પરિણામે ઈક્વિટી સ્કીમ્સના દેખાવ નબળા રહ્યા છે. વ્યાજ દરમાં વધારા સાથે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારો ફિક્સ્ડ આવક સાથેના સાધનોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.