રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૨૩૭.૮૫ સામે ૫૮૧૬૮.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૭૨૧.૧૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૯.૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૭.૬૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૯૦૦.૧૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૦૫.૮૦ સામે ૧૭૧૯૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૦૭૧.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૬.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૦.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૧૨૫.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત એસવીબી ફાઈનાન્શિયલ ગ્રુપની સિલિકોન વેલી બેંક(એસવીબી)ના ગત સપ્તાહમાં નાદારી બાદ એક પછી એક અમેરિકન બેંકોનું પતન થવા લાગતાં વિશ્વના માથે ઐતિહાસિક નાણા કટોકટીનું સંકટ ઘેરાવા લાગતાં આજે વૈશ્વિક બજારોમાં અપેક્ષિત ગાબડાં પડયા હતા. અમેરિકાની બીજી બેંક ન્યુયોર્કની સિગ્નેચર બેંકને પણ તાળાં લાગી જતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ આઈટી, યુટિલિટીઝ, ટેક, પાવર અને રિયલ્ટી કંપનીઓના શેરોમાં કડાકો બોલાઈ જતાં બીએસઈ સેન્સેક્સ ૩૩૭ પોઈન્ટ અને નિફટી ૮૦ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.
એસવીબી બેંક બાદ ન્યુયોર્કની સિગ્નેચર બેંકનું પતન થતાં અમેરિકાની બેંકિંગ સિસ્ટમ પરનો લોકોનો વિશ્વાસ ડગમગવા લાગતાં ખુદ અમેરિકી પ્રમુખ જો બાયડેને અમેરિકાના શેરબજારો ખુલતાં પહેલા જ પરિસ્થિતિ વધુ વણસતી અટકાવવા નિવેદન કરવાની ફરજ પડી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૦૧ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૬.૫૫ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૪૯ અને વધનારની સંખ્યા ૧૧૭૯ રહી હતી, ૧૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ચાલીસ વર્ષ જુની એસવીબીને ગયા સપ્તાહના અંતે નાદારી જાહેર કરી હતી. એસવીબી મોટે ભાગે ટેક સ્ટાર્ટઅપ્સને ફાઈનાન્સ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરતી હતી. ગત સપ્તાહના અંતે એસવીબી બાદ ન્યુયોર્ક સ્થિત સિગ્નેચર બેન્ક બંધ કરી દેવાની જાહેરાત આવી પડી, હતી જે અમેરિકાના બેન્કિંગ ઉદ્યોગમાં ત્રીજી મોટી બેન્કિૅંગ નિષ્ફળતા હતી. વર્ષ ૨૦૦૮ બાદ અમેરિકામાં આ બીજી મોટી નાણાંકીય કટોકટીના સંકેત જોવા મળી રહ્યા છે. સિલિકોન વેલી બેન્કની નાદારીથી ભારતીય બેન્કો પર પ્રતિકૂળ અસર જોવા મળવાની સંભાવના નથી કારણ કે દેશની બેન્કો દ્વારા એસેટ લાયાબિલિટીના મજબૂત સંચાલન કરવામાં આવી રહ્યા છે, જો કે એસવીબીના પતનની અસર વિશ્વના કેટલાક દેશોની બેન્કો સુધી પહોંચવાની સંભાવના નકારાતી નથી.
ભારતની મોટાભાગની બેન્કો સ્થાનિક થાપણો પર જ આધાર રાખે છે, જેથી તે અસરમાંથી અડગી રહી શકશે. ભારતની કોઈપણ બેન્કોનું એસવીબીમાં સીધુ અથવા આડકતરું એકસપોઝર જોવા મળતું નથી. ભારતની બેન્કો સ્થાનિક સ્તરેથી થાપણ મેળવી તેને વધુ પડતી સરકારી સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે તેમજ ભારતની બેન્કો પર રિઝર્વ બેન્કનું સતત નિરીક્ષણ પણ રહે છે. લોન વૃદ્ધિ ધીમી પડવા અને માર્જિન પર દબાણ આવવા છતાં, દેશની બેન્કોની આવક વૃદ્ધિ ચાલુ રહેશે એવો પણ મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.