રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૮૦૬.૨૮ સામે ૫૯૨૫૯.૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૮૮૪.૯૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૭૭.૪૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૭૧.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૧૩૫.૧૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૪૫.૧૦ સામે ૧૭૪૮૯.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૩૬૭.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૨.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૨.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૪૫૨.૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકા સહિત યુરોપના દેશોમાં ફુગાવાના પરિણામે ઊંચા વ્યાજ દરો લાંબો સમય ચાલુ રહેવાના સંકેત સાથે એશીયામાં ચાઈનામાં આર્થિક – જીડીપી વૃદ્વિનો અંદાજ મર્યાદિત મૂકવામાં આવતાં અને હવે કન્ઝયુમર માંગ મંદ પડી રહ્યાના ચાઈના અને હોંગકોંગના આંકડાઓએ વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. ચાર દિવસના સુધારા બાદ આજે સતત બીજા દિવસે ફંડોની ભારે વેચવાલી જોવા મળી હતી. ફંડોએ વધતાં ફુગાવા અને વાહનોની નિકાસ મંદ પડતાં બેન્કેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી કરતાં અને ઈન્ડસ્ટ્રિયલ્સ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલીના દબાણે બીએસઈ સેન્સેક્સ ૬૭૧ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૯૨ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.
યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે વધેલા ઘર્ષણને લઈ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન અને વૈશ્વિક મોરચે યુ.એસ. ફેડરલ રિઝર્વની ઊંચા વ્યાજ દરોમાં વધારાની ચેતવણી વચ્ચે ૧૦ વર્ષિય યુ.એસ. ટ્રેઝરી બોન્ડ્સ પણ નવેમ્બર બાદથી પ્રથમ વખત ૪%ની ટોચ બનાવી લીધી હોવાનો સંકેતોઓ વૈશ્વિક બજારોમાં નરમાઈની સાથે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૬ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૨.૯૪ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, પાવર, ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૯૯ અને વધનારની સંખ્યા ૧૪૦૭ રહી હતી, ૧૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, રશિયા – યુક્રેન યુદ્ધને પરિણામે બદલાઈ રહેલા વૈશ્વિક વેપાર સંબંધો વચ્ચે ભારતીય ચલણ રૂપિયાનું પણ વૈશ્વિક સ્તરે વજન વધી રહ્યું છે, રૂપિયામાં વેપાર વ્યવહારથી ભારતની ડોલર પરની નિર્ભરતામાં ઘટાડો થશે એટલું જ નહીં તેની મુખ્ય આયાત જેમ કે ક્રુડ તેલની આયાત પાછળ કરોડો ડોલરની બચત થવાની સંભાવના છે. ડોલરની મજબૂતાઈને કારણે દેશને માલસામાનની આયાત મોંઘી પડે છે, તેમાં પણ રાહત મળવાની શકયતા ઊભી થઈ છે. ડોલર પર નિર્ભરતા ઘટાડવાના ભારતના પ્રયાસોને સફળતા મળી રહી હોવાનું જોવા મળી રહ્યું છે, જો કે રુપીના આંતરરાષ્ટ્રીયકરણમાં થઈ રહેલી પ્રગતિને ધ્યાનમાં રાખતા વિદેશી હૂંડિયામણ બજારમાં ઊભી થનારી સૂચિત વોલેટિલિટીને પહોંચી વળવા ભારતે તૈયાર રહેવું પડશે.
કોઈપણ ચલણનો જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યવહાર થાય છે ત્યારે તે વૈશ્વિક સ્તરે મુકતરીતે ઉપલબ્ધ બને છે ખાસ કરીને સરહદપારના વ્યવહાર પાર પાડવા તેની માગણી વધે છે. રુપીના કિસ્સામાં આયાત તથા નિકાસ માટે રુપીના વ્યવહારને પ્રોત્સાહન દ્વારા વ્યવહારમાં વધારો કરી શકાય છે, અને તે પણ કોઈપણ પ્રકારની મર્યાદા વગર. આવી સ્થિતિમાં રુપી વૈશ્વિક ઘટનાક્રમોને તાત્કાલિક પ્રતિસાદ આપતું ચલણ બની જશે અને આઉટફલોઝ પણ વધી શકે છે, જે છેવટે વોલેટિલિટી ઊભી કરશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.