રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૪૬૩.૯૩ સામે ૫૯૩૩૧.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૯૩૭.૬૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૩.૪૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૫.૫૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૨૮૮.૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૫૯.૨૫ સામે ૧૭૫૦૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૩૯૨.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૨.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૧.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૪૯૭.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ફુગાવાને અંકુશમાં રાખવા વ્યાજ દરમાં વધારાની નીતિ ચાલુ રહેવાના મળી રહેલા સંકેત તેમજ રશિયાએ અમેરિકા સાથે ન્યુક્લિયર સંધિ તોડી નાખતાં વિશ્વ પર ન્યુક્લિયર વોરનું જોખમ વધતાં અને યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે વધેલા ઘર્ષણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો. એક તરફ યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે ટેન્શન અને બીજી તરફ ચાઈના સાથે જાસૂસી બ્લુન મામલે તણાવ અને ક્રુડ ઓઈલમાં રશિયાના સપ્લાય અંકુશો સામે અમેરિકાએ તેના સ્ટ્રેટેજીક રિઝર્વમાંથી પુરવઠો વેચવાના લીધેલા નિર્ણય અને અમેરિકામાં ફરી મંદીના અંદાજોને લઈ આંતરરાષ્ટ્રીય મોરચે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહેતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
સ્થાનિક સ્તરે ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી થઈ રહી હોવા સામે લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડોની સતત ખરીદી છતાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોનો રોકાણ પ્રવાહ ધીમો પડી રહ્યો હોઈ આગામી દિવસોમાં રોકાણ પ્રવાહ વધુ ધીમો પડવાની શક્યતાએ દરેક ઉછાળે સાવચેતી જોવા મળી રહી છે. કોરોના મહામારીની સાથે યુક્રેન – રશિયા વચ્ચે યુદ્વના પરિણામે વિશ્વભરમાં ખોરવાયેલી સપ્લાય – પુરવઠાની ચેઈનના પરિણામે ફુગાવા – મોંઘવારીના કારણે એક તરફ અમેરિકા, યુરોપના દેશો સાથે ભારતમાં વ્યાજ દરોમાં તીવ્ર વધારો થવાના અહેવાલે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૧૨ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૭.૯૪ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, બેન્કેક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૩૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૯૩ અને વધનારની સંખ્યા ૯૫૬ રહી હતી, ૧૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં વિદેશી ડાયરેક્ટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ ફ્લો ગયા સમાન સમયગાળાની સરખામણીમાં ૧૫% ઘટીને ૩૬.૭૫ બિલિયન ડોલર થઈ ગયો છે. કુલ એફડીઆઈમાં બિન-કોર્પોરેટ સંસ્થાઓની ઇક્વિટી મૂડી, પુન:રોકાણમાંથી કમાણી અને અન્ય મૂડીનો સમાવેશ થાય છે. એપ્રિલ – ડિસેમ્બર દરમિયાન તે ૫૫ બિલિયન ડોલર હતું, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં ૬૦.૪% વધુ હતું. તેમાં ૮%નો ઘટાડો થયો છે. આ વર્ષની શરૂઆતથી જ એફડીઆઈના પ્રવાહમાં ઘટાડો થઈ રહ્યો છે. મોટા મોટા અર્થતંત્રોમાં મંદી જેવા બાહ્ય પરિબળોને કારણે આવું બન્યું છે. વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક (એપ્રિલ-સપ્ટેમ્બર) દરમિયાન સંકોચન ૧૪% હતું.
ગયા નાણાકીય વર્ષ દરમિયાન એફડીઆઈ ઇક્વિટી પ્રવાહમાં ૧%નો ઘટાડો થયો હતો. તે પહેલા, વર્ષ ૨૧ અને વર્ષ ૨૦માં અનુક્રમે ૧૯% અને ૧૩%ની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. ડેટા અનુસાર, સિંગાપોર એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન ૧૩.૦૭ બિલિયન ડોલરના ઇક્વિટી પ્રવાહ સાથે સૌથી મોટા રોકાણકાર દેશ તરીકે ઉભરી આવ્યું છે. તે પછી યુએસ, મોરેશિયસ, નેધરલેન્ડ, યુકે, જાપાન, સાયપ્રસ, કેમેન આઇલેન્ડ્સનો, જર્મનીનો ટોચના ૧૦ રોકાણકારો દેશોમાં છે. કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર મેન્યુફેક્ચરિંગે ૮.૦૭ બિલિયન ડોલરનું સૌથી વધુ એફડીઆઈ આકર્ષ્યું હતું. આ પછી સર્વિસ સેક્ટરમાં ૬.૫૬ બિલિયન ડોલર હતું, જેમાં નાણાકીય, બેંકિંગ, વીમો અને આઉટસોર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.