Home મહારાષ્ટ્ર મુંબઈ ક્રિકેટર પૃથ્વી શો અને ફેન્સ વચ્ચે સેલ્ફીને લઈને લડાઈ થતા ફિમેલ ફેને...

ક્રિકેટર પૃથ્વી શો અને ફેન્સ વચ્ચે સેલ્ફીને લઈને લડાઈ થતા ફિમેલ ફેને કાર પર કર્યો હુમલો

99
0

(જી.એન.એસ) તા.16


મુબઈ


ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર પૃથ્વી શો પર મુંબઈમાં હુમલો થયો છે. ક્રિકેટર અને ફેન્સ વચ્ચે સેલ્ફીને લઈને લડાઈ થઈ હતી. જેને લઈને ચાહકે ક્રિકેટરની કાર પર હુમલો કરી દીધો હતો. વાત એમ છે કે પૃથ્વી શોએ સેલ્ફી લેવા માટે મનાઈ કરી હતી, જેના કારણે ફેન્સ નારાજ થઈ ગયા હતા, અને બેઝબોલથી તેની કાર પર હુમલો કરી દીધો હતો. આ ઉપરાંત ફેન્સે પૃથ્વી શોની કાર પર વિંડશિલ્ડ તોડી દીધી હતી અને 50 હજાર રૂપિયાની ડિમાન્ડ પણ કરી હતી.

પોલીસે આ મામલે 8 લોકો સામે FIR દાખલ કરી છે. આ ફરિયાદમાં બે લોકોની ઓળખાણ થઈ છે. જેમાં બન્નેના નામ શોભિત ઠાકુર અને સના ઉર્ફ સપના ગિલના રૂપમાં થઈ છે. બન્નેએ આ આરોપોને નકાર્યા છે અને પૃથ્વી શો પર પહેલા હુમલાનો આરોપ મુક્યો છે.આ મામલે આરોપી સના ઉર્ફ સપના ગિલના વકીલ અલી કાશિફ ખાનનું કહેવું છે કે મારપીટ સપનાએ નહીં, પરંતુ પૃથ્વી શોએ કરી હતી. આ ઝઘડાનો વીડિયોમાં જે પણ દેખાઈ રહ્યું તેમાં પણ પૃથ્વી શોના હાથમાં ડંડો છે. વકીલનું કહેવું છે કે તેમની અસીલ સપનાને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવી છે. તેને મેડિકલ માટે પણ નથી જઈ જવાઈ.પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ઘટના સહારા સ્ટાર હોટલની પાસે બની હતી. પૃથ્વી શો અને તેના દોસ્ત ડિનર માટે એક રેસ્ટોરન્ટમાં ગયા હતા. આ દરમિયાન ક્રિકેટરનો એક ચાહક અને એક ફિમેલ ફેન તેના ટેબલ પાસે આવી પહોંચ્યા હતા. ફિમેલ ફેન ક્રિકેટર સાથે સેલ્ફી લેવા લાગી હતી. અમુક ફોટોઝ અને વીડિયોઝ લીધા પછી પણ તેણે સેલ્ફી લેવાનું બંધ ના કરતાં ક્રિકેટરે રેસ્ટોરન્ટના માલિકને ફોન કરીને ફેન્સને હટાવવા માટે કહ્યું હતું. રેસ્ટોરન્ટના મેનેજરે તો ફેન્સને ત્યાંથી હટાવી દીધા હતા, પરંતુ ગુસ્સામાં આવી ગયેલા બન્ને ચાહકો બહાર ઊભા રહીને પૃથ્વી શોની રાહ જોઈ રહ્યા હતા.આરોપીઓએ બેઝબોલના બેટથી ક્રિકેટરની કારને ઘેરી લીધી હતી. એક સિગ્નલ પર કારને રોકીને તેની વિંડશિલ્ડ તોડી દીધી હતી. ફેન્સે પૃથ્વીના દોસ્ત પાસેથી 50 હજાર રૂપિયાની માગ કરી હતી. કારનો કાચ ફૂટવા પર વાત આગળ વધી ગઈ હતી. શો અને ચાહકો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. પછીથી પોલીસે પૃથ્વીને બીજી કારમાં ઘર મોકલ્યો હતો.પોલીસે આરોપીની વિરુદ્ધ IPCની કલમો 143, 148, 149, 384, 437, 504, 506 હેઠળ આ કેસ દાખલ કર્યો છે. સના ઉર્ફ સપના ગિલ અને શોભિત ઠાકુર સહિત કુલ 8 આરોપી બનાવવામાં આવ્યા છે. હાલ તો કોઈ જ ધરપકડ કરવામાં આવી નથી.વેલેન્ટાઈન ડેના અવસર પર ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ નિધિ તેની સાથે જોવા મળી હતી. પોસ્ટમાં પૃથ્વીએ વેલેન્ટાઈનને પોતાની વાઇફ કહીને વિશ કર્યું હતું.


જો કે, ખાસ વાત એ હતી કે તેણે તે પોસ્ટ થોડા સમય પછી ડિલીટ કરી દીધી હતી. આ પછી પૃથ્વીએ પોતાની પોસ્ટ પર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે મેં આ ફોટા પોસ્ટ કર્યા નથી, કોઈ અન્ય વ્યક્તિ આ બધા ફોટાને એડિટ કરીને પોસ્ટ કરી રહી છે અને અપલોડ કરી રહી છે.

(જી.એન.એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિક્કી હત્યાકેસમાં ખુલાસો પરિવારની પસંદની છોકરી સાથે લગન કરવા કરી હતી હત્યા
Next articleગાંધીનગર ખાતે દ્વિ-દિવસીય સંસદીય કાર્યશાળાનો સમાપન સમારોહ યોજાયો