રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૨૭૫.૦૯ સામે ૬૧૫૬૬.૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૧૯૬.૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૫.૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪.૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૩૧૯.૫૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૩૫.૧૫ સામે ૧૮૦૯૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૦૪૭.૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૨.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૦૬૨.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રીટેલ ફુગાવાનો આંક વધીને આવ્યા સાથે નિકાસમાં જાન્યુઆરી માસમાં ૬.૫૮%ના ઘટાડા છતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારોમાં છેલ્લા બે દિવસથી સતત નેટ ખરીદદાર બન્યા સાથે વિદેશી બ્રોકિંગ હાઉસોએ લાર્જ કેપ કંપનીઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈશર મોટર્સ સહિત માટે પોઝિટીવ આઉટલૂક સાથે શેરના ભાવ ટાર્ગેટમાં વધારો કરી લાર્જ કેપ શેરોમાં મોટાપાયે ખરીદી ચાલુ રાખતાં આજે હાઈ વોલેટીલિટીમાં બે-તરફી અનિશ્ચિત ચાલના અંતે ભારતીય શેરબજાર પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. અમેરિકા – ચાઈના અને રશિયા સાથે જીઓ પોલિટીકલ ટેન્શન તેમજ અમેરિકામાં મંદીના ફફડાટ છતાં વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે આજે ભારતીય શેરબજારમાં પણ ફંડોએ રીયલ્ટી, મેટલ, આઇટી, ઇન્ડસ્ટ્રીયલ અને કોમોડિટીઝ શેરોની આગેવાનીએ ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
ફંડોની ઓટો, બેન્કેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને એફએમસીજી શેરોમાં વેચવાલી સામે રીયલ્ટી, મેટલ, આઇટી, ઇન્ડસ્ટ્રીયલ અને કોમોડિટીઝ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર અને ટેક શેરોમાં લેવાલીએ બીએસઇ સેન્સેક્સ ૪૪ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૨૭ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૦૫ લાખ કરોડ વધીને રૂ.૨૬૮.૩૦ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, બેન્કેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૬ અને વધનારની સંખ્યા ૧૮૭૦ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વિવિધ અહેવાલો પાછળ ભારે ઉથલપાથલ વચ્ચે દેશના શેરબજારોમાં સરેરાશ દૈનિક વેપાર વોલ્યુમમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. વર્તમાન મહિનામાં બીએસઈ તથા એનએસઈ પર કેશ સેગમેન્ટમાં સંયુકત વેપાર વોલ્યુમ એટલે કે ટર્ન ઓેવર ફેબ્રુઆરી માસમાં અત્યારસુધી રૂ.૫૯૩૪૬ કરોડ રહ્યું હતું જે જાન્યુઆરી માસમાં રૂ.૫૧૮૪૪ કરોડ રહ્યું હતું. જાન્યુઆરીનું સરેરાશ દૈનિક વેપાર વોલ્યુમ છ મહિનાની નીચી સપાટીએ રહ્યું હતું. ગયા મહિનાની સરખામણીએ ફેબ્રુઆરીનું વેપાર વોલ્યુમ ૧૫% ઊંચુ રહ્યું છે. ફોરવર્ડ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટનું સરેરાશ દૈનિક વેપાર વોલ્યુમ રૂપિયા ૨૦૪ ટ્રિલિયન રહ્યું છે જે જાન્યુઆરી માસમાં રૂ.૨૦૨ ટ્રિલિયન રહ્યું હતું.
બજારમાં જ્યારે વોલેટિલિટી વધે છે ત્યારે વેપાર વોલ્યુમમાં વધારો જોવા મળે છે. તાજેતરમાં અદાણી જુથના શેરોમાં ભારે વધઘટને કારણે વોલ્યુમમાં વધારો થયો છે. બેન્ક શેરોમાં પણ ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. બેન્ક શેરો ઉપરાંત બેન્ક નિફટી ઈન્ડેકસ પણ સામાન્ય કરતા વધુ વોલેટાઈલ જોવા મળી રહ્યો છે. બજેટને કારણે પણ વર્તમાન મહિનાના પ્રારંભિક દિવસોમાં શેરબજારમાં વોલેટિલિટી જોવા મળી રહી છે. અદાણી જુથનો વિવાદ, બજેટ ઉપરાંત વર્તમાન મહિનામાં રહી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.