રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૨૮૬.૦૪ સામે ૬૦૩૩૨.૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૩૨૪.૯૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૭.૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૭.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૬૬૩.૭૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૮૨.૬૫ સામે ૧૭૮૦૨.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૮૬.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૩.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૬.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૯૦૯.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેનું કેન્દ્રિય બજેટ અત્યંત પ્રોત્સાહક જોગવાઈઓનું આવક વેરામાં મોટી રાહત સાથે લોકોની ખર્ચ શક્તિ વધારવાનું અને મોંઘવારી સામે રાહતનું આપી ભારતીય શેરબજાર માટે પણ આ બચતો શેરોમાં રોકાણ તરફ વળવાનું રજૂ થતાં બજેટની પોઝિટીવ અસરે સ્થાનિક ફંડો દ્વારા આજે નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી ગ્રુપ મુદ્દે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, સેબી તથા નાણાં પ્રધાનના નિવેદનો અને દેશના શેરબજારમાં પારદર્શીતા જળવાઈ રહી હોવાનું અને સ્થિરતા જાળવવા પોતે કટિબદ્ધ હોવાની બજાર નિયામક સેબી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવતા આજે અદાણી ગુપની કંપનીઓના શેરોમાં ભારે લેવાલી નોંધાતા અદાણી ગુપની કંપનીઓના શેરોમાં તેજીની ઉપલી સર્કીટ જોવા મળી હતી.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિની ત્રણ દિવસની બેઠકના અંતે આજે RBI દ્વારા વ્યાજદરોમાં અપેક્ષિત ૦.૨૫%નો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે જ રેપોરેટ ૬.૨૫% થી વધીને ૬.૫૦ થયા હતા, ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૨૨ – ૨૩ જીડીપી ગ્રોથનું અનુમાન ૭% રાખવામાં આવ્યું હતું. ફંડોની ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ અને ઈન્ડસ્ટ્રિયલ્સ શેરોમાં ફંડોમાં પ્રોફિટ બુકિંગ સામે સર્વિસિસ, કમોડિટીઝ, આઈટી, હેલ્થકેર, ટેક, મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને કંઝ્યુમર ડ્રિસ્કિશનરી શેરોમાં ભારે લેવાલીએ ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૫૫ લાખ કરોડ વધીને રૂ.૨૬૮.૬૧ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૦% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૯૨ અને વધનારની સંખ્યા ૧૯૯૪ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ઊભરતા અર્થતંત્રોમાં ભારત વિકાસની ઉજળી તકો ધરાવે છે અને નાણાં વર્ષ ૨૦૨૩ -૨૪નું બજેટ ઉત્પાદકતા તથા ઊંચા વિકાસને ટેકો આપશે જે વૈશ્વિક મંદી વચ્ચે દેશના અર્થતંત્રને રક્ષણ પૂરું પાડશે એમ એસએન્ડપી ગ્લોબલે જણાવ્યું હતું, ઉપરાંત આગામી નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬% રહેવાની પણ ધારણા મૂકી છે. વર્તમાન નાણાં વર્ષ ઉપરાતં આગામી વર્ષ અને ત્યારબાદના ત્રણથી ચાર નાણાં વર્ષમાં ભારત વિકાસની ઉજળી તકો ધરાવે છે. ઈન્વેસ્ટમેન્ટની મજબૂત સાઈકલ ઉપભોગને ટેકો આપશે તથા ભારત વિદેશી સીધા મૂડીરોકાણ માટેનું મથક બની રહેશે. આગામી નાણાં વર્ષમાં દેશની રાજકોષિય ખાધ જીડીપીના ૫.૯૦% સુધી સીમિત રાખવા સરકાર ટાર્ગેટ ધરાવે છે. સરકારના દેવાનું પ્રમાણ જીડીપીના ૮૫% આસપાસ જોવાઈ રહ્યું છે. આ એક ઊંચુ સ્તર છે.
ઊંચા દેવા બોજને કારણે સરકાર પર વ્યાજ ખર્ચનો માર પડે છે, જે સરકારની આવકના ૨૭% જેટલો રહેતો હોવાની એસએન્ડપીની ગણતરી હોવાનું જણાવ્યું હતું. દેશની ફિસ્કલ અથવા દેવાની સ્થિતિ નબળી બાજુએ રહેશે અને ઊંચા વ્યાજ બોજ સોવેરિન રેટિંગ્સ માટે ક્રેડિટ જોખમ ઊભુ કરી શકે છે. સરકારના ખર્ચના કાર્યક્રમની ગુણવત્તા દર વર્ષે સામાન્ય દરે વધી રહી છે સાથોસાથ રાજકોષિયશિસ્તતા તબક્કાવાર વધી રહી છે. આગામી કેટલાક વર્ષ માટે રાજકોષિય ખાધ અને દેવાના સ્તરના દ્રષ્ટિકોણથી એજન્સીની ધારણાં વર્તમાન બજેટના આધારે બદલાઈ નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.