રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૫૦૬.૯૦ સામે ૬૦૫૧૧.૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૦૬૩.૪૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૧.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૦.૮૬ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૨૮૬.૦૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૦૫.૯૫ સામે ૧૭૮૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૭૦૩.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૧.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૮૨.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અદાણી ગ્રુપ મુદ્દે ગત સપ્તાહમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, સેબી તથા નાણાં પ્રધાનના એક યા બીજી રીતે આવી પડેલા નિવેદનો અને દેશના શેરબજારોમાં પારદર્શીતા જળવાઈ રહી હોવાનું અને સ્થિરતા જાળવવા પોતે કટિબદ્ધ હોવાની બજાર નિયામક સેબી દ્વારા ગયા સપ્તાહમાં સ્પષ્ટતા છતાં આજે સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં વેચવાલીને પરિણામે ઘટાડો નોંધાયો હતો. વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો પુરા થવા આવ્યા છે, ત્યારે ઓટો ક્ષેત્રના જાન્યુઆરીના રિટેલ આંક જાહેર થયા બાદ ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી. આરબીઆઈની ત્રણ દિવસની બેઠકનો સોમવારથી પ્રારંભ થયો હતો. બેઠકના અંતે રિઝર્વ બેન્ક રેપો રેટમાં ૦.૨૫% વધારો કરશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.
અમેરિકામાં રોજગારના આંકડા અપેક્ષા મુજબ આવતા ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં આક્રમક વધારો કરશે તેવી ધારણાંએ વિદેશી રોકાણકારોની વેચવાલી રહી હતી. વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં છતાં મેટલ, ટેલિકોમ્યુનિકેશન, યુટિલિટીઝ, ઓટો અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૨૨૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૨૩ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં પણ ઘટાડો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૨% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, સર્વિસિસ, બેન્કેક્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ફાઈનાન્સિયલ અને સર્વિસિસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૧૦ અને વધનારની સંખ્યા ૧૪૮૪ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, જાન્યુઆરી માસમાં દેશની ઉત્પાદન ક્ષેત્ર બાદ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પણ ડિસેમ્બરની સરખામણીએ ધીમી પડી હતી. જો કે એસએન્ડપી ગ્લોબલ સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે ડિસેમ્બર માસમાં ૫૮.૫૦ રહ્યો હતો તે જાન્યુઆરી માસમાં ૫૭.૨૦ રહ્યો હતો. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. ડિસેમ્બરનો પીએમઆઈ ૬ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો. જાન્યુઆરીમાં સતત ૧૮માં મહિને સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૦થી ઉપર રહેવામાં સફળ રહ્યો હતો. ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો મળીને સંયુકત પીએમઆઈ જે ડિસેમ્બરમાં ૫૯.૪૦ હતો તે જાન્યુઆરીમાં ૫૭.૫૦ રહેવા પામ્યો હતો. સેવા ક્ષેત્રની કંપનીઓને ઊંચી માત્રામાં નવા વેપાર મળી રહ્યાનું જોવા મળ્યું હતું એમ એસએન્ડપી ગ્લોબલના સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. સેવા ક્ષેત્રે માગ પણ સ્થિતિસ્થાપક રહી હતી જેને પરિણામે સેવા પૂરી પાડવાની માત્રા પણ ઊંચી રહી હતી.
જાન્યુઆરી માસમાં વિદેશના ઓર્ડરો કરતા ઘરઆંગણે વધુ નવા ઓર્ડર પ્રાપ્ત થયાનું પણ જણાયું હતું. પ્રાપ્ત આંકડા જણાવે છે કે, નવો વેપાર વધુ પડતો ઘરેલુ બજારમાં કેન્દ્રીત હતો અને આંતરરાષ્ટ્રીય ઓર્ડર્સ ઘટયા હતા. સેવા ક્ષેત્રમાં લાગી જતા કાચા માલના ખર્ચમાં તથા સેવા પૂરી પાડવાની કિંમતમાં સાધારણ વધારો થયાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. કેટલીક કંપનીઓએ ખર્ચમાં વધારો ગ્રાહકો પર પસાર કરવાને બદલે પોતે સહન કરી લીધો હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. માગમાં મજબૂતાઈને કારણે કેટલીક કંપનીઓએ ભાવમાં વધારો કરવાનું સાહસ લીધું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.